તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Ukai Dam Surface 1 And Half Feet Away From Danger Level, Up To 1 And Half Lakh Cusecs Of Water Released Due To Heavy Rains

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેઘ મહેર:ઉકાઈ ડેમની સપાટી ભયજનક લેવલથી દોઢ ફૂટ દૂર, ઉપરવાસમાં ભારે વરસાદથી 1.75 લાખ ક્યુસેક સુધી પાણી છોડવાનું એલર્ટ જાહેર

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉકાઈ ડેમની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ઉકાઈ ડેમની ફાઇલ તસવીર.
  • ઉકાઈ ડેમની સપાટી 343.53 ફૂટ સાથે 96.6 ટકા ભરાયો

ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઈ ડેમ 345 ફૂટના ભયજનક લેવલથી માત્ર દોઢ ફૂટ જ દૂર રહ્યો છે. હાલ સપાટી 343.53 ફૂટ પર પહોંચી ગઈ છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણીની આવક થવાની હોવાથી તંત્ર દ્વારા સાંજ સુધીમાં 1.75 લાખ ક્યુસેક સુધી પાણી છોડવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉપરવાસમાં ધોધમાર વરસાદ નોંધાયો
વીતેલા 24 કલાકમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેથી ભરપૂર પ્રમાણમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક થવાની છે, જેથી તંત્ર એલર્ટ થઈ ગયું છે. 6 વાગ્યે ઉકાઈ ડેમની સપાટી 343.53 ફૂટ નોંધાઈ એટલે કે 96.6 ટકા ભરાયો છે. હાલની સપાટી ડેન્જર લેવલ 345 ફૂટ નજીક પહોંચી ચૂકી છે.

ઉકાઈ ડેમમાં 82589 ક્યુસેક પાણીની આવક
ઉકાઈ ડેમમાં 82589 ક્યુસેક પાણીની આવક સામે 100050 લિટર પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. જ્યારે હથનુર ડેમની સપાટી 213.12 મીટર છે. ડિસ્ચાર્જ પ્રતિ સેકન્ડ 5.86 લાખ લિટર, એટલે કે 20723 ક્યુસેક છે. વિયર કમ કોઝવેની સપાટી 7.40 મીટર છે. કોઝવે પર 79910 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.

ઉકાઈ ડેમની સપાટી મુજબ કેપિસિટી

લેવલસપાટીકેપિસિટી(MCM)ટકા
વોર્નિંગ331.43519070
એલર્ટ336.34593180
હાઇ એલર્ટ340.84667390
ડેન્જર345.007414100

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો