તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં મેઘ મહેર:ઉકાઈ ડેમની સપાટી 341 ફૂટ પર પહોંચી, 98 હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ, તાપી નદીની સપાટીમાં વધારો

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉકાઈ ડેમની સપાટીનું રૂલ લેવલ જાળવી રાખવા પાણી છોડવામાં આવી રહ્યું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
ઉકાઈ ડેમની સપાટીનું રૂલ લેવલ જાળવી રાખવા પાણી છોડવામાં આવી રહ્યું છે.(ફાઈલ તસવીર)
  • ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345થી માત્ર 4 ફૂટ દૂર
  • ડેમમાં ઈનફ્લો ઘટીને 28 હજાર થઈ જતાં તંત્રને રાહત
  • કોઝવે ખાતે તાપી નદીની સપાટી 7.16 મીટરે પહોંચી

સુરત શહેરમાં સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં 17 મિમિ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે હાલ પણ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345ની નજીક 341 ફૂટ પર પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસથી 22 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું. જોકે, હવે પાણીની આવક ઘટી હોવા છતાં તેની સામે વધુ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ 98 હજારથી વધુ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી તાપીની સપાટીમાં વધારો થયો છે. હાલ ઈનફ્લો ઘટ્યો હોવાથી તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

તાપી બે કાંઠે વહેતી થતાં જળકુંભી પણ પાણીમાં તણાવા લાગી હતી.
તાપી બે કાંઠે વહેતી થતાં જળકુંભી પણ પાણીમાં તણાવા લાગી હતી.

ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 340 ફૂટથી ઉપર
હજુ ચોમાસું પૂર્ણ થયું નથી ત્યારે ડેમની સપાટીમાં આગામી દિવસમાં વધારો થશે. જોકે સપાટી રૂલ લેવલ 340 ફૂટથી ઉપર હોવાથી 50 હજાર ક્યુસેક સુધી પાણી છોડવાનો નિર્ણય કરાયો હતો. ત્યારબાદ તેમાં વધારો કરવામાં આવ્યો છે. હાલ ઉકાઇ ડેમની સપાટી 341 ફૂટ નોંધાઇ છે. જ્યારે હાલ 28842 હજાર ક્યુસેક પાણીની આવક સામે 98785 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.જેમાં કેનાલ મારફતે 1100 ક્યુસેક, હાઈડ્રો મારફતે 22હજાર અને ગેટ ખોલીને 75 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

શહેરમાં વરસી રહેલા વરસાદને લઈને જનજીવન તરબતર થઈ ગયું છે.
શહેરમાં વરસી રહેલા વરસાદને લઈને જનજીવન તરબતર થઈ ગયું છે.

સુરતને 2 વર્ષ ચાલે એટલું પાણી ઉકાઈ ડેમમાં ભરાઈ ગયું
ઉપરવાસમાં ગત અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદથી ઉકાઇ ડેમની સપાટી ઝડપભેર વધીને 341 ફૂટને પાર થઇ જતાં હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતને આગામી બે વર્ષ સિંચાઇ અને પીવાના પાણી માટે તકલીફ નહિં પડશે. વર્ષે અંદાજે 3 હજાર MCM (મિલિયન ક્યુબિક મીટર) પાણીની જરૂર રહે છે. જેની સામે હાલમાં ડેમમાં 5987 MCM પાણી છે. જેથી આગામી બે વર્ષ સુધી તો ચાલી જાય એટલું તો પાણી ડેમમાં ઉપલબ્ધ છે.

તાપીમાં પાણી આવતાં કુદરતનો અનેરો નજારો સર્જાયો છે.
તાપીમાં પાણી આવતાં કુદરતનો અનેરો નજારો સર્જાયો છે.

શહેરનો સિઝનનો વરસાદ 45.43 ઈંચ થયો
કાળાડિંબાગ વાદળો સાથે હળવો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સવારથી જ સુરત શહેર જિલ્લામાં હળવો વરસાદ વરસી રહ્યો છે. જેમાં સુરત સિટીમાં 17 મિમિ, ચોર્યાસીમાં 18 મિમિ, ઓલપાડમાં 17 મિમિ અને ઉમરપાડામાં 10 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો છે. આ સાથે શહેરનો સિઝનનો કુલ વરસાદ 45.43 ઇંચ થયો છે. હજુ 2 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.