ઉપરવાસમાં વરસાદ:ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 340 ફૂટ નજીક પહોંચી, તંત્ર દ્વારા તાપી નદીમાં 1 લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉપરવાસમાં વરસાદ થવાના કારણે હાલ ઉકાઈ ડેમમાં 67 હજાર ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે. - Divya Bhaskar
ઉપરવાસમાં વરસાદ થવાના કારણે હાલ ઉકાઈ ડેમમાં 67 હજાર ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીના પગલે તંત્ર સાવધ થયું છે. ઉકાઈ ડેમની હાલની સપાટી 339.70 ફૂટ છે. જે તેના રૂલ લેવલ 340ની નજીક છે. પરિણામે વધુ વરસાદ થાય તો સ્થિતિ ગંભીર થઈ શકે તે પહેલા જ વહીવટી તંત્ર દ્વારા એક લાખ ક્યુસેક જેટલું પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે.

આજે 1 લાખ ક્યુસેક પાણી છોડાશે​​​​​​​
દર વર્ષે ચોમાસા દરમિયાન સુરત શહેરમાં પૂરનું સંકટ તોળાતું રહે છે. હવામાન વિભાગની આગાહી અને ઉકાઈ ડેમની જળ સપાટીને લઈને વહીવટી તંત્ર દ્વારા ખાસ નજર રાખવામાં આવતી હોય છે. હાલ ઉકાઈ ડેમમાં પાણીની આવક પણ નિયંત્રણમાં છે અને પાણીનો આઉટફ્લો પણ ખૂબ ઓછો છે. છતાં પણ જે રીતે 339.70 ફૂટ ઉકાઈ ડેમની સ્તર નોંધાયું છે. બીજી તરફ હવામાન વિભાગે જે ઓરેન્જ આપ્યું છે તેને કારણે તંત્ર કોઈ પણ જોખમ લેવા તૈયાર નથી. આજે ઉકાઈ ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે.

ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવવું જરૂરી
ચોમાસા વખતે ઉકાઈ ડેમનું જળસ્તર ઉપર રાઉન્ડ ધ કલોક નજર રાખવામાં આવે છે. વહીવટી તંત્ર દ્વારા ઉકાઈ ડેમનું રૂલ લેવલ હાલ 340 ફૂટ નક્કી કરવામાં આવ્યું છે. તેમજ ઉકાઈ ડેમનું 345 ફૂટ ભયજનક સ્તર માનવામાં આવે છે. હાલનું જળસ્તર 339.70 ફૂટ છે. જો વધુ વરસાદ આવે તો ઉકાઈ ડેમનું જળસ્તર નિયંત્રણમાં રાખવું મુશ્કેલ બની શકે છે. તેથી પહેલાંથી જ વહીવટી તંત્ર સાવધાની પૂર્વક પાણી છોડવાનો નિર્ણય લઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...