છેલ્લા અઠવાડિયાથી વરસાદે વિરામ લેતા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગરમી નો પારો વધ્યો છે. શનિવારે હવામાં ભેજનું પ્રમાણ 69% જેટલું રહેતા લોકોએ બફારાનો અનુભવ કર્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતને ધમરોડ હતા મેઘરાજાએ વિરામ લીધો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદનું જોર ધીમું પડતા ડેમમાં પાણીની આવક ક્રમશઃ ઘટી રહી છે. શુક્રવારે સવારે ઉકાઈ ડેમમાં પાણીની આવક 52,483 ક્યુસેક રહી હતી. જેમાં ઘટાડો થતાં સાંજે 23,532 ક્યુસેક પાણીની આવકની સામે તેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઈ ડેમનું રૂલ લેવલ સાચવવા ડેમની સપાટી હાલ 334.28 ફૂટ પર સ્થિર છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસમાં પણ સુરત શહેરમાં હળવાથી ધીમો વરસાદ પડવાની આગાહી છે. વાદળછાયું વાતાવરણ રહેશે. સુરત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા રહેલી છે. વરસાદે વિરામ લેતા જ શહેરમાં બફારાનું પ્રમાણ વધી રહ્યું છે.
શહેરનું તાપમાન 33.5 ડિગ્રી સુધી જવાની શક્યતા છે શનિવારે શહેરનું મહત્તમ તાપમાન32.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 27 ડિગ્રી રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા રહેતા લોકોએ બફારાનો અનુભવ કર્યો હતો. જ્યારે આઠ કિ.મી ની ઝડપે ઉત્તર દક્ષિણ દિશામાંથી પવનો ફુકાયા હતા. આગામી 5 દિવસમાં સુરત શહેરમાં હળવો વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.