ડેમની સપાટી વધી:ઉકાઈ ડેમ ભયજનક લેવલ 345 ફૂટથી માત્ર 7 ફૂટ દૂર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસું પૂરું થવાને મહિનો બાકી હોવાથી હવે ડેમ ભરાશે
  • આઉટફ્લો ​​​​​​​ઘટાડાતા કોઝવેનું લેવલ ઘટીને 6.10 મીટર

ઉકાઈ ડેમની સપાટી ભયજનક લેવલથી માત્ર 7 ફુટ જ દૂર છે. હાલમાં ઉપરવાસમાં વરસાદ સામન્ય છે. પાણીની આવક 23 હજાર ક્યુસેક સામે 6500 ક્યુસેક જ પાણી છોડાઈ છે. જેથી ડેમની સપાટી ધીરે ધીરે વધી રહી છે. હજુ ચોમાસું વિદાય થવાને એક માસનો સમય હોવાથી ડેમના સત્તાધીશો એલર્ટ થઇ ગયા છે. ડેમ હાલમાં 82 ટકા જેટલો ભરાઈ ગયો છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરતાં તાપી નદીનાં સ્તરમાં ઘટાડો થયો છે. વિયર કમ કોઝવે ખાતે સપાટી ઘટીને 6.10 મીટર થઈ છે. 5.90 મીટર સપાટી થશે તો કોઝવે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે.

શહેરનો સિઝનનો 55 ઇંચ વરસાદ, 100%માં 2 ઇંચ બાકી
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે બફારાની સ્થિતિ વચ્ચે દરિયાઈ પવનો શરૂ થતાં થોડી રાહત મળી છે. પવન ની દિશા બદલાતા મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું. આગામી 2 દિવસ વાતાવરણ સામાન્ય રહેશે. કોઈ મોટા ફેરફાર જોવા મળશે નહિ. શહેરનો મોસમનો વરસાદ 1394 મીમી એટલે કે 55 ઇંચ થયો છે. હવે સિઝનમાં 100 ટકા વરસાદ થવામાં માત્ર 2 ઈંચ જ બાકી છે. શહેરમાં સરેરાશ 57 ઇંચ વરસાદ થાય છે.

અન્ય સમાચારો પણ છે...