ઉપરવાસમાં વરસાદ:ઉકાઇ ડેમ ભયજનક સપાટી 345થી માત્ર 0.40 ફૂટ જ દૂર

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી છોડવાની માત્રા ઘટાડી 16796 ક્યુસેક કરાઇ

ઉકાઇ ડેમની સપાટી સંપૂર્ણ ભરાવવામાં માત્ર 0.40 ફૂટ જ દૂર છે. ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા ઉકાઇ ડેમમાં પાણીની આવક ઘટી છે. જેથી ડેમને 345 ફુટ સુધી 100 ટકા ભરવા માટે કવાયત હાથ ધરાઈ છે. પાણી છોડવાની માત્રા ઘટાડીને માત્ર 16796 ક્યુસેક જ કરવામાં આવી છે. જેના કારણે એક જ દિવસમાં ડેમની સપાટી 0.60 ફૂટના વધારા સાથે 344.60 ફુટ પહોંચી ગઇ છે. પાણી છોડવાનું ઓછું કરવામાં આવતા તાપી નદીના લેવલમાં ઘટાડો થયો છે. કોઝવેની સપાટી 7.37 મીટર થઇ છે.

8થી 10 ઓક્ટોબર દરમિયાન શહેરમાં હળવાે વરસાદ પડવાની આગાહી
છેલ્લા બે દિવસથી પવનની પેટર્ન સાઉથ-વેસ્ટથી બદલાઇ નોર્થ થઇ ગઈ છે. બીજી તરફ વહેલી સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95 ટકા સુધી પહોંચી જતાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે. મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.5 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી 8થી 10 ઓકટોબરના રોજ શહેરમાં હળવા વરસાદ પડવાની આગાહી કરી છે. આગામી દિવસમાં કર્ણાટક અને ગોવા નજીક અરબી સમુદ્રમાં અને બંગાલની ખાડીમાં તમિલનાડુ પાસે સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ રહી છે. આ બંને સિસ્ટમથી કોકણ પાસે એક ટ્રફ બનશે. જેથી જેથી દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં તા.8 થી 10 દરમિયાન વરસાદની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં સિઝનનો 100 ટકા વરસાદ પડી ચુક્યો છે.

અન્ય સમાચારો પણ છે...