ઉકાઇ ડેમના કેચમેન્ટમાં આ વર્ષે સતત ઓછા વધતા પ્રમાણમાં વરસાદ વરસવાનું ચાલુ રહેતા 21 રેઇનગેજ સ્ટેશનમાં મૌસમનો કુલ વરસાદ 8656 મિમિ અને સરેરાશ 16.48 ઇંચ વરસાદ થયો છે. જેથી ઉકાઇ ડેમની સપાટીમાં 10 ફૂટનો વધારો થઇને આજે 327.75 ફૂટ નોંધાય છે. જે ગત વર્ષ 2019ના આજના દિવસે નોંધાયેલી સપાટી કરતા આ વર્ષે 29 ફૂટ વધુ છે.
સિઝનની શરૂઆતમાં ઉકાઇ ડેમની સપાટી 317 ફૂટે સ્થિર હતી
ઉકાઇ ડેમના ઉપરવાસના ભાગોમાં ટેસ્કાથી લઇને નિઝામપુર સુધીના કુલ 21 રેઇનગેજ સ્ટેશનો આવ્યા છે. આ તમામ સ્ટેશનો પર જે વરસાદ નોંધાયો છે તે વરસાદના આંકડા તેમજ હથનુર ડેમમાંથી છોડાયેલું પાણીને ધ્યાનમાં રાખીને કેટલું પાણી ઉકાઇ ડેમમાં આવશે તેની ગણતરીઓ થતી હોય છે. આ ગણતરી વચ્ચે આ વર્ષે ઉકાઇ ડેમના કેચમેન્ટમાં અત્યાર સુધીનો કુલ વરસાદ 8656 મિમિ અને સરેરાશ 16.48 ઇંચ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ચીખલધરામાં 22.96 ઇંચ અને સૌથી ઓછો વરસાદ નિઝામપુરમાં 2 ઇંચ નોંધાયો છે. સાથે જ ઉકાઇ ડેમની સપાટી 317 ફૂટે સ્થિર હતી તે વખતે પાણીની આવક આવવાની શરૂઆત થયા બાદ આજદિન સુધીમાં 10 ફૂટ પાણીની આવક આવવાની સાથે જ આજે સપાટી 327.75 ફૂટ નોંધાય છે.
રૂલ લેવલ 333 ફૂટ કરતા સપાટી હવે સવા પાંચ ફૂટ જ દૂર
ઉકાઇ ડેમના રૂલ લેવલ 333 ફૂટ કરતા સપાટી હવે સવા પાંચ ફૂટ જ દૂર છે. આ સપાટીની સાથે જ ગત 2019ના વર્ષની જૂન, જુલાઇ મહિનાની ઉકાઇ ડેમની સપાટી 298.25 ફૂટ નોંધાય હતી. આ વર્ષે જૂન, જુલાઇ મહિનામાં સપાટી 327.75 ફૂટ નોંધાય છે. આમ ગત વર્ષ કરતા આ વર્ષે ઉકાઇ ડેમમાં 29 ફૂટ પાણી વધુ છે. હાલ ઉકાઈ ડેમમાં 14,145 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 1000 ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.