તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાસ્ટ ઈનિંગ:ઉકાઈ ડેમ છલોછલ, ભયજનકથી માત્ર 1.20 ફૂટ દૂર

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસુ વિદાય તરફ, શહેરમાં વધુ 1.22 ઈંચ ઝરમરિયો વરસાદ વરસ્યો

ચોમાસું હવે વિદાય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે શહેરમાં સવારે વધુ 1.22 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જોકે, બપોર પછી ઉઘાડ નિકળ્યો હતો. મોડી સાંજે 7 કલાકે ઉકાઇ ડેમની સપાટી 343.74 ફૂટ હતી. ડેમમાં પ્રતિ સેકન્ડ 14.84 લાખ લિટર( 52,458 ક્યુસેક) પાણીની આવક સામે પ્રતિ સેકન્ડ 9.90 લાખ લિટર( 34,997 ક્યુસેક) જાવક છે. ડેમ 97 ટકા ભરાયો છે.

હાલનું લેવલ ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 1.20 ફૂટ જ દૂર છે. શહેરમાં સેન્ટ્રલ ઝોનમાં 31 મીમી, વરાછા-એમાં 16 મીમી, વરાછા-બીમાં 2 મીમી, રાંદેરમાં 1 મીમી, કતારગામમાં 3 મીમી, ઉધનામાં 45 મીમી અને લિંબાયતમાં 2 મીમી વરસાદ વરસ્યો હતો.સાઉથ વેસ્ટ મોન્સૂન 28 સુધીમાં વેસ્ટ રાજસ્થાનથી વિદાય લેશે. શહેરનું મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 92 ટકા અને સાંજે 87 ટકા નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...