પાણીની આવક:ઉકાઇ ડેમ ભયજનક 345 ફૂટને લગોલગ, કોઝવે 6.70 મીટરે, ડેમમાં 46,391 ક્યુસેક આવક સામે 11468 જાવક

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8થી 10 ઓક્ટો.દરમિયાન હળવા વરસાદની આગાહી

ઉપરવાસમાં વરસાદે વિરામ લેતાની સાથે જ ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરી ડેમને 100 ટકા સુધી ભરવાની કવાયત ચાલી રહી છે. ડેમની સપાટી ભયજનક 345 ફૂટને લગોલગ પહોંચી ગઇ છે. સંભવત: આવતીકાલે બુધવારે સપાટી 345 ફૂટ પહોંચી જશે. મોડીરાતે 10 કલાકે સપાટી 344.86 ફુટ નોંધાઇ હતી. ડેમમાં 46391 ક્યુસેક પાણીની આવક સામે 11468 ક્યુસેક ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાતાની સાથે જ વિયર કેમ કોઝવેની સપાટીમાં સડસડાટ ઘટાડો થઇ રહ્યો છે. સપાટી 6.79 મીટર પહોંચી છે.

ગરમીનો પારો 35 ડિગ્રીને પાર થયો
વરસાદે વિરામ લેતાં શહેરમાં દિવસને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું બુધવારે ગરમીનો પારો 35 ડિગ્રીને પાર થઇ જતાં અસહ્ય બફારા અને ઉકળાટથી લોકો અકળાયા હતા. આગામી 8થી 10 દરમ્યાન વરસાદની આગાહી છે. જેથી આવતીકાલે હળવા વરસાદની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...