રાહત:ઉકાઇ ડેમ 345 ફૂટે છલોછલ પીવાનું પાણી 2 વર્ષ માટે પુરતું

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત, હજીરાને પાણીની સમસ્યા નહીં નડે
  • હાલમાં ઇન-આઉટ ફ્લો​​​​​​​ 24808 ક્યુસેક

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમ ગુરૂવારે તેની મહત્તમ સપાટી 345 ફુટ પર પહોંચતાની સાથે છલોછલ થઇ જતાં આગામી બે વર્ષ સુધી સુરત, હજીરાના ઉદ્યોગો સહિત આખા દક્ષિણ ગુજરાતને ચાલે તેટલા પાણીનો સંગ્રહ થઇ ગયો છે. ગુરૂવારે સાંજ સુધીમાં ઉકાઈ ડેમનો ઇનફલો અને આઉટ ફલો 24808 ક્યુસેક રાખવામાં આવ્યો છે. ડેમના બે ગેટ ચાર ફૂટ ખોલીને પાણી સીધું તાપી નદીમાં છોડી દેવામાં આવી રહ્યું છે.

વિતેલા સપ્તાહમાં ઉકાઇ ડેમના ઉપરવાસ ગણાતા જંગલ વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમની સપાટી સતત વધતા ગુરૂવારે સાંજે રૂલ લેવલ મુજબ 345 ફુટ પર સ્થિર કરવામાં આવી છે. ડેમની સપાટી જાળવી રાખવા માટે સવારથી જ ઉપરવાસમાંથી ડેમમાં ઠલવાતા પાણીના આવરાની સામે તેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે. સવારે 11 કલાકે ડેમમાં 32703 ક્યુસેકની સામે તેટલું જ પાણી ડેમમાંથી છોડવામાં આવતું હતું. જો કે, સાંજે 6.00 વાગ્યા સુધીમાં પાણીનો આવરો થોડો ઓછો થતાં 24808 ક્યુસેક પાણીનો આવરો રહ્યો હતો જેની સામે તેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું હતું એવું ડેમ ઓથોરિટીનું કહેવું હતું.

અન્ય સમાચારો પણ છે...