તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગાહી:ઉકાઇ ડેમ 342 ફૂટ,સામાન્ય વરસાદ કે ઝાપટુ પડી શકે છે

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક

બુધવારે સાંજે 6 કલાકે ઉકાઇ ડેમની સપાટી 342.15 ફૂટ હતી. ડેમમાં પ્રતિ સેકન્ડ 11.65 લાખ લિટર એટલે કે 41197 ક્યુસેક આવક સામે પ્રતિ સેકેન્ડ 1.77 લાખ લિટર એટલે કે 6265 ક્યુસેક જાવક થઇ રહી છે. રૂલ લેવલ 345 ફૂટ થયું છે. હથનુર ડેમની સપાટી 212.75 મીટર છે.

હથનુરમાંથી પ્રતિ સેકન્ડ 2.70 લાખ લિટર એટલે કે 9564 ક્યુસેક પાણીની જાવક છે.વિયર કમ કોઝવેની સપાટી 6.22 મીટર થઇ છે. બીજી તરફ આંધપ્રદેશ કોસ્ટ પર સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ મુવ થતાની સાથે નબળી પડી છે. જેથી સુરતમાં આગામી દિવસમાં સામાન્ય વરસાદ કે ઝાપટું પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...