તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:ઉકાઈ : 10 દરવાજા ખોલી પ્રતિ સેકન્ડ 33.96 લાખ લિટર પાણી છોડાયું

સુરત7 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સપાટી 343.93 હતી ત્યારે પ્રતિ સેકન્ડ 43.58 લાખ લિટર પાણી આવ્યું

મોડીરાતે 2 વાગ્યે ઉકાઇ ડેમમાં અચાનક 1.54 લાખ ક્યુસેક (પ્રતિ સેકન્ડ 43.58 લાખ લિટર) પાણી ઠલવાયું હતું. આ સમયે ડેમની સપાટી 343.93 ફૂટ એટલે કે ભયજનક લેવલ 345 ફૂટથી માત્ર 1.07 ફૂટ જ દૂર હતી. જેથી ડેમમાં 1 ફૂટ જેટલું જ પાણી સંગ્રહ થઇ શકે એવી સ્થિતિ વચ્ચે 1.54 લાખ ક્યુસેક પાણી આવી જતાં તાકીદે 10 દરવાજા 1.68 મીટર ખોલીને 1.20 લાખ ક્યુસેક (પ્રતિ સેકન્ડ 33.96 લાખ લિટર) પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બપોરે 2 વાગ્યા સુધી 1.20 લાખ ક્યુસેક ડિસ્ચાર્જ યથાવત રાખવામાં આવ્યો હતો. જેના કારણે બપોર પછી શહેરમાં તાપી નદીના જળસ્તરમાં વધારો થતાં તાપી બે કાંઠે વહેતી થઈ હતી. બે વાગ્યા સુધીમાં તબક્કાવાર ઇનફલો ઘટતાં પાણી છોડવાનું ઘટાડી સાંજે 5 વાગ્યેથી 28 હજાર ક્યુસેક (પ્રતિ સેકન્ડ 7.92 લાખ લિટર) કરવામાં આવ્યું હતું. રાત્રે 8 વાગ્યે ઈનફ્લો ઘટતા તમામ દરવાજા બંધ કરી દેવાયા હતા. મોડી સાંજે 6 કલાકે ઉકાઇની સપાટી 343.80 ફૂટ ઇનફલો 29141 ક્યુસેક (પ્રતિ સેકન્ડ 8.24 લાખ લિટર) છે. છેલ્લા 24 કલાકમાં ઉપરવાસમાં ગીરના ડેમમાં 14, ધુલિયામાં 9, સાવખેડામાં 13, સાગબારામાં 19.50 અને નંદુરબારમાં 4 મીમી વરસાદ નોંધાયો હતો. શનિવારે વરસાદે વિરામ લેતા ચિંતાનું કારણ નથી. હથનુર ડેમની સપાટી 213.090 મીટર અને ડિસ્ચાર્જ 9705 ક્યુસેક (પ્રતિ સેકન્ડ 2.74 લાખ લિટર) છે.

શુક્રવારે રાત્રે શહેરમાં વધુ સવા ઇંચ વરસાદ
શહેરમાં શુક્રવારે મોડીરાતે વધુ સવા ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે શનિવારે દિવસભર શહેર અને જિલ્લામાં ઉઘાડ નિકળ્યો હતો. શુક્રવારે મોડીરાતે સેન્ટ્ર્લ ઝોનમાં 32 મીમી, વરાછા એમાં 19 મીમી, વરાછા-બીમાં 16 મીમી, રાંદેરમાં 16 મીમી, કતારગામમાં 23 મીમી, ઉધનામાં 1 મીમી, લિંબાયતમાં 19 મીમી, અઠવામાં 14 મીમી વરસાદ નોંધાયો હતો. આ સાથે શહેરનો મોસમનો કુલ વરસાદ 2251 મીમી( 88.62 ઇંચ) થયો છે. હવે આગામી દિવસમાં વરસાદની શક્યતા નહિંવત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો