તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નર્મદ યુનિવર્સિટીએ બીકોમ, બીએ, બીબીએ, બીસીએ અને બીએસસીની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. જે મુજબ પરીક્ષા પાંચમી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. પહેલા બીકોમ, બીબીએ અને બીએની પહેલા સેમેસ્ટરની પરીક્ષા 18 ફેબ્રુઆરીથી શરૂ થનારી હતી. તે પછી 22 ફેબ્રુઆરીથી બીસીએ અને બીએસસીની પહેલા સેમેસ્ટરની પરીક્ષા શરૂ થનારી હતી. જો કે, મહાનગરપાલિકાની અને જિલ્લા પંચાયતની ચૂંટણીને જોતા પરીક્ષા મોકૂફ કરાય છે. પણ હવે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. જે મુજબ બીકોમ, બીએ, બીબીએ, બીસીએ અને બીએસસીની પરીક્ષા પાંચમી માર્ચથી શરૂ થશે.
યુનિવર્સિટીએ એક્સર્ટનલની કોર્સની પૂરક પરીક્ષાના ટાઇમ ટેબલમાં કોઈ ફેરફાર કર્યો નથી. જે મુજબ આ પરીક્ષા 18 ફેબ્રુઆરીથી શરૂ થઈને પહેલી માર્ચે પૂર્ણ થશે. તે સાથે પરીક્ષા પાંચ સેન્ટર પર લેવાશે. વર્ષ 2019-20ની કોમર્સ ફેકલ્ટીની બીકોમની અને એમકોમની તેમજ આર્ટ્સ ફેકલ્ટીની બીએ અને એમએની સપ્ટેમ્બર-2020ની પરીક્ષા કોરોના વાઇરસની મહામારીમાં યોજાય હતી. જોકે, બિમારી સહિતના કોઈ કારણે 354 વિદ્યાર્થીઓ પરીક્ષા અપાવી શક્યા ના હતા. જેથી યુનિવર્સિટીએ પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય કરયો હતો.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.