ગ્રીન સિગ્નલ:સ્મીમેર મેડિકલ કોલેજમાં યુજીની 50 બેઠક વધારી 250 કરી દેવાઈ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાપી શુદ્ધિકરણમાં 600 કરોડના કામોને ગ્રીન સિગ્નલ

સ્મીમેર મેડીકલ કોલેજમાં 200 સીટને વધારી 250 કરવામાં આવી હોય તેને સ્થાયીમાં મંજૂર કરાયું છે. જ્યારે પાલિકાની હદ તથા હદ બહાર આવતા રેસીડેન્સીયલ, કોમર્શીયલ, કોમ. કમ રેસી., ગવર્મેન્ટ કોમ. હાઈરાઈઝ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી સિસ્ટમના ઈન્સ્પેકશન ચાર્જ એનઓસી ચાર્જની દરખાસ્તને નવી નીતિ બનાવવાની હોય જૂની દરખાસ્તને દફ્તરે કરાઈ છે. તો મહત્ત્વના તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં નદીના ડાબા અને જમણા કાંઠાના 28 ગામોના 370 MLD ડ્રેનેજના પાણીને ડાયવર્ટ કરવા ડ્રેનેજ કમ્પ્રેહેન્સીવ સીસ્ટમ સ્થાપિત કરવાના 600 કરોડના કામોને પણ ગ્રીન સિગ્નલ અપાયું છે.

આ 370 એમએલડી પાણીને ટ્રીટ કરી ભવિષ્યમાં પલસાણા ઈન્ડસ્ટ્રીઝને આપવાનું પણ આયોજન છે. 74 મંજૂર કામોમાં જુદા જુદા ઝોનમાં સોસાયટીના રસ્તા પર ડ્રેનેજ લાઈન નાંખવા 92 ટેન્ડરોના યુનિટ રેટ નક્કી કરવાના કામમાં 25 લાખની ઉપરના કામમાં ટેન્ડર કરીને જ કામ આપવાનો નિર્ણય લેવાયો છે. ડિંડોલી-ગોડાદરામાં ફ્લોરલ ગાર્ડન 2018માં સોંપાયું હતું તેમાં ટેન્ડર કામમાં વધારો થતાં ખર્ચ મંજૂર કરવાના જૂના કામ અંગે વધુ માહિતી સાથે રજૂ કરવા માટે રિફર બેક કરાયું છે તેમ ચેરમેન અનિલ ગોપલાણીએ તેમના ટર્મની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...