ચૂંટણી દંગલ:ઉધના બેઠક: 1 લાખથી વધુ પરપ્રાંતિયોના મતો મહત્વપૂર્ણ

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુલ 2,70,488 મતદારોમાં 81440 ગુજરાતી મતદારો
  • ભાજપે વિકાસ, કોંગ્રેસે મોંઘવારી અને આપની ગેરંટીનો મુદ્દો

ઉધના વિધાનસભા આમ તો ભાજપની પરંપરાગત બેઠક છે. 2017માં ભાજપના વિવેક પટેલે કોંગ્રેસના સતીષ પટેલને પરાજિત કર્યા હતા. આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે આપનાે ઉમેદવાર પણ મેદાનમાં હોવાથી ત્રિપાંખિયો જંગ ખેલાશે જેમાં પરપ્રાંતિય મતો મહત્વના છે.

સુરત શહેરની 12 બેઠકોમાં મહત્વની ગણાતી ઉધના વિભાનસભા બેઠક મિશ્ર જાતિના મતદારો છે. આ બેઠક પર કુલ 2,70,488 મતદારો છે. જે પૈકી 156217 પુરૂષ મતદાર છે. જ્યારે 113254 મહિલા મતદાર છે. અન્ય જાતિના 17 મતદાર છે. આ બેઠક પર સિટીંગ ધારાસભ્ય વિવેક પટેલના સ્થાને ભાજપે મનુ પટેલને ટિકીટ આપી છે. જ્યારે આ બેઠક પર ગત ચૂંટણીમાં પરાજિત થયેલા સતીશ પટેલને બદલે કોંગ્રેસે ધનસુખ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ મહેન્દ્રા પાટીલને મેદાનમાં ઉતાર્યા છે.

આ વિધાનસભામાં પરપ્રાતિય મતદારોની સંખ્યા ગુજરાતી મતદારો કરતા વધારે રહી છે. જોકે, બેઠક પર મૂળ મહેસાણાના વતની ઉમેદવારો જીતતા આવ્યા છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સતીશ પટેલ સામે 42528 મતોના માર્જીન સાથે જીત્યા હતા. ઉધના બેઠક પર 81440 ગુજરાતી મતદારો છે. 45711 મરાઠી, 22839 મુસ્લિમ, 33767 ઉત્તર ભારતીય, 20754 ઓરિસ્સાવાસી અને 6825 રાજસ્થાની મતદારો છે.

વિકાસ કામો, ભ્રષ્ટાચારના મુદ્દે પ્રચાર
મનુ પટેલ નરેન્દ્ર મોદીએ કરેલા કામ ભાજપનો વિકાસ અને પોતાના કામો ડોર ટુ ડોર જઇને કહી રહ્યા છે. કોંગ્રેસના ધનસુખ રાજપુત ભાજપના રાજમાં વધેલી મોંધવારી, ભ્રષ્ટાચાર જેવા વિષયો અનો પોતે સ્થાનિક સ્થળે સુરત મહાનગર પાલિકામાં કરેલા કામો બતાવી રહ્યા છે. આવી જ રીતે આમ આદમી પાર્ટીના મહેન્દ્ર પાટીલ આપના દિલ્હી મોડેલને લોકો સુધી પહોંચાડી રહ્યા છે. અને પાર્ટી દ્વારા કરવામાં આવનારા કામોની ગેરંટી લોકોને આપી રહ્યા છે.

ગુનાખોરી અને પ્રદુષણની સમસ્યા
પરપ્રાંતિયોની વધુ વસ્તી ધરાવતા ઉધના વિધાનસભા વિસ્તારમાં ઔદ્યોગિક વસાહત આવેલી હોય પ્રદુષણની ભારે સમસ્યા છે. વળી આ વિસ્તારમાં ગુનાખોરી અને ટ્રાફીકની સમસ્યા છે. ખાસ કરીને વતન જવા માટે ઉત્તર ભારતીય લોકોએ ભારી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફની ટ્રેન વધારવા માટે ખાસ માંગણી કરવામાં આવી રહી છે. ઉધના રેલ્વે સ્ટેશન પાસેના સ્થાનિક લોકો આ વિસ્તારનો ડેવલોપમેન્ટ માંગી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...