તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઉધનાનો ફોટોગ્રાફર આર્થિક તંગીમાં ડમી સિમકાર્ડ વેચવા જતા પકડાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રિ-એક્ટિવેટેડ 17 સીમકાર્ડ ઓરિસ્સાથી કુરીયરમાં મંગાવી બેનંબરી ધંધાદારીઓને 500થી 700માં 1 સિમ વેચતો હતો

ઉધના ખરવરનગર ખાતે રહેતા ફોટોગ્રાફરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે શોર્ટકટમાં રૂપિયા કમાવવા ઓરિસ્સાથી ડમી સીમકાર્ડ કુરીયરમાં મંગાવી બેનંબરી ધંધાદારીઓને વેચવા જતા એસઓજીના હાથે પકડાયો હતો. ડમી સીમકાર્ડ તે 500થી 700 માં વેચાણ કરતો હતો. આ પહેલા પણ તેણે ડમી સીમકાર્ડ વેચાણ કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તે બેનંબરી ધંધાદારીઓને ઓડીશાથી ડમી સીમકાર્ડ મંગાવી વેચાણ કરતો હતો. પ્રિ-એક્ટિવેટેડ 17 સીમકાર્ડ પકડી પાડી આંતર રાજ્ય રેકેટનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે.

એસઓજીના પીઆઈ આર. એસ. સુવેરા અને પીએસઆઈ વી. સી. જાડેજાની સૂચનાથી સ્ટાફના એએસઆઈ અનિલ વિનજી અને હે. કો. દામજી ધનજીએ બાતમીને આધારે ઉધના ખરવરનગર ખાતે રહેતા 20 વર્ષીય ફોટોગ્રાફર આશીષ જશવંત માટલીવાળાને 17 ડમી સીમકાર્ડ સાથે પકડી પાડયો હતો. પકડાયેલા શખ્સે ઓરિસ્સાથી સીમકાર્ડ કુરિયરમાં મંગાવ્યા હતા.

17 ડમી સીમકાર્ડ ઓરિસ્સામાં પ્રિ-એક્ટિવ થયા છે. ઓરિસ્સામાં એક શખ્સના સંપર્કમાં આશીષે 2500 રૂપિયા ગુગલ પે કરી ડમી સીમકાર્ડ મંગાવ્યા હતા. પકડાયેલો આરોપી આશીષ સોશિયલ મીડિયા પર બનેલા ઇન્ડિયન ઓટીપી ગ્રુપ થકી ડમી સિમકાર્ડવાળા ઓરિસ્સાના યુવકના સંપર્કમાં આવ્યો હતો. હાલમાં એસઓજીએ ઉધના પોલીસમાં આરોપી વિરુધ્ધ ગુનો નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...