ઉધના રેલવે સ્ટેશન ઉપર 4 દિવસના મેગાબ્લોકથી અવ્યવસ્થા સર્જાઇ હતી. હોળીના તહેવાર નિમિત્તે જ ઘણા ટ્રેનમાં જઇ શક્યા ન હતા. તેમાં પણ હોળીના એક દિવસ પહેલા ઉધના સ્ટેશને 5 હજાર કરતા વધારે મુસાફરો આવી જતા ભારે હાલાકી થઇ હતી. આ અંગે પશ્ચિમ રેલવેએ હવે સ્થિતિને પહોંચી વળવા 24 કલાક અધિકારીઓને તૈનાત રહેવા સૂચના આપી છે.
આ ઉપરાંત પ્લેટફોર્મ અને ફૂટ ઓવર બ્રિજ સહિત રેલ્વે પરિસરમાં મુસાફરોની સંખ્યાને નિયંત્રિત કરવા સહિતના સાવચેતીના અનેક પગલાં લેવાયા છે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું કે વૈકલ્પિક ટ્રેનોમાં ધસારાને ધ્યાનમાં રાખીને સુરત, ઉધના અને ચલથાણમાં વધારાની બુકિંગ વિન્ડો ખોલવામાં આવી છે.
સુરતમાં વધારાની 6 શિફ્ટ સહિત કુલ 36 શિફ્ટ કાર્યરત છે જ્યારે ઉધનામાં વધારાની 8 શિફ્ટ સહિત કુલ 14 શિફ્ટ કાર્યરત છે. સ્ટેશનો પર ખાસ કરીને એન્ટ્રી/એક્ઝિટ પોઈન્ટ્સ અને ફૂટ ઓવર બ્રિજ પર ભીડને કાબૂમાં લેવા 140 વધારાના RPF જવાનોને તૈનાત કરાયા છે. આ સિવાય CCTV મોનિટર થઈ રહ્યા છે. ટ્રેનો અંગે નિયમિત વિગતવાર જાહેરાત કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.