તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ઉધના-સચિન GIDCમાં DGVCL અંડરગ્રાઉન્ડ કેબલ લાઈન બિછાવશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફીડરથી ફીડર વીજભાર લઈ શકાય પાવરટ્રીપની સમસ્યા ઉકેલાશે

શહેરના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સરકારની યોજના પ્રમાણે અંડરગ્રાઉન્ડ કેબલિંગ પ્રોજેક્ટ આવનારા દિવસોમાં ડીજીવીસએલ દ્વારા હાથ ધરાશે. જેમાં ઉધના ઉદ્યોગનગર ખાતે 45 કિમી જ્યારે સચિનમાં 165 કિમીની અંડરગ્રાઉન્ડ લાઈન બિછાવવામાં આવશે. જેમાં એક ફીડરથી અન્ય ફીડર પર પાવર ટ્રાન્સફર કરી શકાય તેવી ફેસિલિટી પણ ઊભી કરાશે. પાવર ટ્રીપિંગને લઈને ઘણી ફરિયાદો અવાર-નવાર ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાંથી આવતી હોઈ છે. આ સાથે ખુલ્લી વીજ લાઈનોના કારણે ભૂતકાળમાં ઘણાં અકસ્માતો પણ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં સર્જાય ચૂક્યા છે.હવે પછીના સમયમાં સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બને તે માટે ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ હાથ ધરવામાં
આવ્યું છે.

પ્રોજેક્ટ લાંબો હોવાથી આવનારા દિવસોમાં આ પ્રોજેક્ટ હાથ ધરાશે
જે અંગે માહિતી આપતાં ડીજીવીસીએલના ચીફ એન્જિનિયર પી.પી.ચૌધરી જણાવે છે કે, અવાર-નવાર બનતાં અકસ્માતોનું નિવારણ આવે સાથે જ પાવર ટ્રીપ તથા વીજ ચોરીની સમસ્યાઓ અટકે તે માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ શરૂ થયું હતું. જોકે, કોવિડના કારણે કામ અટકી ગયું હતું. ઉધના વિસ્તારમાં હવે પછીના દિવસોમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ શરૂ થશે. જે ઓક્ટોમ્બર અંત સુધીમાં પૂર્ણ થશે. અંદાજે 15 કરોડ રૂપિયામાં તૈયાર થનારા આ પ્રોજેક્ટમાં સરકારની સ્કીમ પ્રમાણે 60 ટકા ગ્રાંન્ટ સરકાર જ્યારે 20 ટકા કંપની અને 20 ટકા જે-તે સંસ્થા કે વ્યક્તિઓ મળીને ઉઠાવશે. જે પ્રમાણે સચિન જીઆઈડીસીમાં 165 કિમીની લાઈનનો પ્રોજેક્ટ લાંબો હોવાથી આવનારા દિવસોમાં આ પ્રોજેક્ટ હાથ ધરાશે. જે 44 કરોડનો છે. જેને પૂર્ણ થતાં વધુ સમય લાગશે.

વધુ ઉમેરતાં, ફીડર પણ અંડરગ્રાઉન્ડ થશે. જેમાં રીંગ મેન યુનિટ(આરએમએન) સિસ્ટમથી કાર્યરત હશે. જેના કારણે એક ફીડરનો વીજ ભાર અન્ય ફીડર પર પણ લઈ શકાશે. જેના કારણે પાવર ટ્રીપની સમસ્યા અટકશે

અન્ય સમાચારો પણ છે...