• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Udhana Railway Station Awarded Green Railway Station Record By India Book Of Records, Interior And Fashion Exhibition Launched

સુરતના સમાચાર:ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ દ્વારા ઉધના રેલવે સ્ટેશનને ગ્રીન રેલવે સ્ટેશનનો એવોર્ડ એનાયત, ઇન્ટીરિયર અને ફેશન એક્ઝિબિશનનો પ્રારંભ

સુરત4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉધના સ્ટેશન ગ્રીન રેલવે સ્ટેશન બન્યું છે

સુરતના ઉધના જંક્શન રેલવે સ્ટેશનને ગ્રીન ઉધના રેલવે સ્ટેશન તરીકે ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જ્યાં પ્રતિષ્ઠિત ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ દ્વારા ઉધના રેલવે સ્ટેશનને 'ગ્રીન રેલવે સ્ટેશન ફોર ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન અને ક્લાયમેટ એક્શન'નો રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે જ ઉધના સ્ટેશન દેશ, એશિયા અને દુનિયાનું સૌથી પહેલું ગ્રીન રેલવે સ્ટેશન બન્યું છે, જે ક્લાયમેટ ચેન્જની દિશામાં કાર્યરત હોય. તો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડીઝાઇનિંગ દ્વારા વેસુ જી. ડી.ગોયેંકા રોડ સ્થિત રીગા સ્ટ્રીટ ખાતે ઇન્ટીરિયર અને ફેશન એક્ઝિબિશનનો આરંભ થયો છે.જેમાં વિદ્યાર્થીઓએ 15 અલગ અલગ થીમ પર ગાર્મેન્ટ્સ રજૂ કર્યાં છે.

વિશ્વકક્ષાએ નોંધ લેવાઈ
ગ્રીન ઉધના રેલવે સ્ટેશને વર્ષ 2019થી જૂદા જૂદા તબક્કે પર્યાવરણ સંરક્ષણના વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા હતા. વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, 'ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ દ્વારા ગ્રીન ઉધના રેલવે સ્ટેશનની નોંધ લેવાય એ ગર્વની બાબત છે. ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પાછલા અનેક વર્ષોથી આંતરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન અને બાયોડાયવર્સિટીના ક્ષેત્રમાં નક્કર પરિણામો લાવવા આંતરાષ્ટ્રીય મંચો પરથી વિશ્વ આખાને આહ્વાન આપી રહ્યા છે. ત્યારે આપણે ત્યાંનું જ એક રેલવે સ્ટેશન ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન અને ક્લાયમેટ એક્શન માટે રેકોર્ડ સ્થાપે એ આપણા સૌ માટે ગર્વની વાત છે.રેલવે સ્ટેશનના સ્ટેશન ડિરેક્ટર દિનેશ વર્માએ જણાવ્યું હતું, 'એક સમયે કોઈના ધ્યાનમાં પણ નહોતું આવતું એવું ઉધના સ્ટેશન હવે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક બ્રેન્ડ બની ગયું છે. જેનો તમામ શ્રેય હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અને વિરલ દેસાઈને જાય છે.'

અલગ અલગ થીમ પર એક્ઝિબિશન
​​​​​​​આઈઆઈએફડીના ફાઉન્ડર ડાયરેક્ટર મુકેશ માહેશ્વરીએ જણાવ્યું હતું કે, આઈઆઈએફડીની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી. જ્યાં ફેશન, ઇન્ટીરિયર, ગ્રાફિક ડિઝાઇન અને ઇવેન્ટ મેનેજમેન્ટ સહિતના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ટીરિયર ડીઝાઇનના વિદ્યાર્થીઓએ દસ અલગ અલગ થીમ પર પ્રોડેક્ટ્સ તૈયાર કરી છે. જેમને અરાસા પ્રદર્શનીમાં અને ફેશન ડિઝાઇનના વિદ્યાર્થીઓ 15 અલગ અલગ થીમ પર ગારમેન્ટ્સ ડીઝાઇન કર્યા છે જેમને ગાબા પ્રદર્શનીમાં મુકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...