તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીએસઆઇ અનિતા જોશીનો આપઘાત:‘જીવવું અઘરૂ છે’ લખી ઉધનાના PSI અનિતા જોશીએ પેટમાં ગોળી મારી

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
અનિતા જોશી ઉધના PSI - Divya Bhaskar
અનિતા જોશી ઉધના PSI
 • નાઈટ ડ્યુટી કરી ઘરે આવી જીવન ટુંકાવ્યું
 • સચિન પોલીસના ડ્રાઈવર પતિ, પુત્ર, માતા-પિતા સાથે વતનમાં જતા અનિતા એકલા હતા

ઉધના પોલીસની પટેલ નગર ચોકીના 33 વર્ષીય મહિલા પીએસઆઇ અનિતા જોશીએ શનિવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. અનિતા જોશીએ નાઇટ ડ્યુટીથી પરત ફરી બપોરે આ અંતિમ પગલું ભર્યું હતું. પોલીસને મળેલી ડાયરીમાં પોતે ‘જીવવું અઘરું છે.મારા મોત માટે કોઈ જવાબદાર નથી’ એવું લખી જીવન ટૂંકાવ્યું હતું.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલાએ PSIના ફાલસાવાડી સ્થિત 103 નંબરના ફ્લેટે પહોંચી FSLની મદદથી તપાસ શરુ કરી હતી. તેમના પતિ ગૌરાંગ જોશી સચિન પોલીસ મથકમાં એમિટી ડ્રાઇવર તરીકે બજાવે છે. PSIના સંતાનમાં પાંચ વર્ષનો એક દીકરો છે.પોલીસે પીએસઆઇના મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો.

5 વર્ષના માસુમે હજી તો ABCD પણ નહોતી શીખી ત્યાં મમતા ગુમાવી
5 વર્ષના માસુમે હજી તો ABCD પણ નહોતી શીખી ત્યાં મમતા ગુમાવી

‘આઈ મિસ યુ’સ્ટેટસ જોતા પતિને શંકા ગઈ
મહિલા PSI અનિતાએ આપઘાત પહેલાં 12 ક્લાક 28 મિનિટે પોતાના સોશિયલ મીડિયા પર સ્ટેટસમાં ‘આઈ.મીસ.યુ’ લખ્યું હતું. લગ્નમાંં ભાવનગર ગયેલા પતિને શંકા જતા કોલ કરતાં જવાબ ન મળતા ફાલસાવાડી લાઈન જમાદારે કોલ કરી તપાસ કરવા જણાવ્યું હતું.લાકડાનો દરવાજો તોડીને પ્રવેશ કરીને જોતા PSI મૃત મળી આવ્યા હતા .

અનિતા જોશી 2013માં પીએસઆઇ બન્યા હતા
PSI અનિતા પતિ,પુત્ર અને સાસુ સાથે ફાલસાવાડી પોલીસ ક્વાર્ટરમાં રહેતા હતા.વર્ષ 2013માં પરીક્ષા પાસ કર્યા બાદ કોન્સ્ટેબલમાંથી PSI બન્યા હતા.મૂળ અમરેલીના વતની અનિતા જોશીનુંું દોઢ વર્ષ પહેલા સુરત કંટ્રોલમાં પોસ્ટિંગ થયું હતું ત્યાર બાદ ઉધના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું હતું.

પોલીસને ડાયરીમાં સુસાઇડ પહેલાંનું લખાણ મળ્યું
પીએસઆઇ અનિતા જોશીના આપઘાતની ઘટનામાં પોલીસને એક ડાયરી મળી આવી હતી જેમાં ‘જીવવું અઘરું છે ,મારા મોત માટે કોઈ જવાબદાર નથી’ એવું લખાણ મળી આવ્યું હતું.મહિલા પીએસઆઈ દ્વારા પોતાની જ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેવાના કેસમાં આપઘાતનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.આ ઉપરાંત ઘરની દીવાલ પર અંગ્રેજી અને ગુજરાતમાં લખાણ પણ મળી આવ્યું હતું.જોકે એ લખાણ થોડા દિવસો પહેલા લખાયેલું હોવાનું જણાય રહ્યું હતું. દિવાલ પર લખાયેલા લખાણને સુસાઇડ સાથે કોઈ સંબંધ છે કે નહીં એ બાબતે પણ સ્પષ્ટતા મળી શકી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો