સ્પેશ્યલ ટ્રેન 28 જૂન સુધી દોડાવાશે:હોળી પૂરી થઈ ત્યારે ઉધના-હિસાર સ્પેશ્યલ ટ્રેન દોડાવાશે

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 28 જૂન સુધી દોડાવાશે, હાલ 700થી વધુ સીટ ખાલી

હોળીને લઇને અત્યાર સુધીમાં મોટાભાગનું પબ્લિક વતન પહોંચી ગયું છે ત્યારે હવે રેલવે ઉધના-હિસાર વચ્ચે સ્પેશ્યલ ટ્રેન દોડાવશે. આ ટ્રેનમાં 700થી વધુ સીટ ખાલી છે. પશ્ચિમ રેલ્વેએ ઉધના યાર્ડ ઈન્ટરલોકીંગના કામ માટે 3થી 6 માર્ચ અચાનક મેગા બ્લોક લઇને લોકોનો તહેવાર બગાડ્યો હતો. જેમાં 60 હજાર લોકોની મુસાફરી રદ થઈ છે. હાલમાં જે 7-8 ટ્રેનોમાં હજારો લોકો ઉમટી રહ્યા છે.

હવે જ્યારે તહેવાર માટે 95 ટકા લોકો ચાલ્યા ગયા છે ત્યારે ધુળેટીના દિવસે 8 માર્ચથી ઉધનાથી હિસાર વચ્ચે રતલામ, કોટા-સવાઈ માધોપુર, દાદરી વચ્ચે ઉધના-હિસાર હોલી સ્પેશિયલ ટ્રેન શરૂ કરાશે. તહેવાર પહેલા આ રૂટની ટ્રેનો માટે સૌથી વધુ માંગ હતી.

ઉધના-હિસાર સુપરફાસ્ટ દર બુધવારે 1.10 કલાકે ઉપડી તે જ દિવસે 22.25 કલાકે હિસાર પહોંચશે. જે 28 જૂન સુધી ચાલશે. હિસાર-ઉધના દર ગુરુવારે 00.15 કલાકે ઉપડી બીજા દિવસે 00.05 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 9 માર્ચથી 29 ચાલશે. સ્થિતિ એવી છે કે બુકિંગ શરૂ થયાને ચાર દિવસ થઈ ગયા છે પરંતુ હજુ પણ 90 ટકા સ્લીપર સીટો ખાલી હોવાની માહિતી મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...