વિવાદ:ઉધના-Bના અધિકારીઓ નવી કચેરીમાં ન જતાં ચેરમેન બગડ્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કનકપુર-કનસાડવાળી નવી કચેરીમાં બેસવા આદેશ
  • જૂની કચેરીમાંથી નેઇમ પ્લેટ પણ હટાવી દેવાઈ

નવા વિસ્તારનો સમાવેશ થતાં બનેલા ઉધના ઝોન-બીની વહીવટી કચેરીને કનકપુર-કનસાડ પાલિકાના ભવનમાં શિફટ કરવાનો ઠરાવ કરાયો છે. જો કે, ઉધના ઝોન કચેરીથી આ સ્થળ 15 કિ.મી દૂર હોવા સાથે અન્ય કારણોસર ઉધના-બીના ઝોનલ ચીફ, કાર્યપાલક, ડેપ્યુટી સહિતના ઇજનેરો ત્યાં જતા ન હતા. એટલું જ નહીં ઓફિસો ખાલી ન કરતાં ઉધના ઝોન-એના અધિકારીઓમાં કચવાટ હતો.

દરમ્યાન સ્થાયી ચેરમેન પરેશ પટેલે ઉધના ઝોનની મુલાકાત લીધી તો ઓફિસ બહાર જુના અધિકારીઓની નેમ પ્લેટ હતી. તેમણે તાત્કાલિક તમામ પ્લેટ ઉતરાવી ઉધના-બી ઝોનના અધિકારીઓને નવી ઓફિસ બેસવા આદેશ આપી દીધો હતો.

પાલિકા વધુ 5 લાખ રેપિડ ટેસ્ટ કિટ ખરીદશે
પાલિકા દ્વારા હાલમાં વિવિધ સ્થળે રેપીડ ટેસ્ટ ચાલી રહી છે. કોરોનાની થર્ડ વેવની તૈયારીના ભાગરૂપે પાલિકા વધુ 5 લાખ રેપિડ એન્ટિજન ટેસ્ટની કિટ ખરીદશે. પ્રતિ કિટ રૂા. 6.48ની ઓછા ભાવની ઓફર આવી છે.

અન્ય સમાચારો પણ છે...