ક્રાઇમ:એટીએમમાં ચોરી કરતા બે યુવકો રંગેહાથ પકડાયા

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાંડેસરા હરીઓમનગરમાં સોમવારે મોડીરાતે બે ઈસમો એક્સિસ બેંકના ATMમાંથી ચોરી કરવા એટીએમને તોડવાનો પ્રયાસ કર્યો હતો. સીસીટીવીમાં લાઇવ ફૂટેજ જોઈ કંપનીના સ્ટાફે તાત્કાલિક પાંડેસરા પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં પહોંચી હારૂન રોશન શા અને ફારૂક ફરીદાખાનને પકડી પાડ્યા હતા. બંને ભેસ્તાન આવાસમાં રહે છે. ચોરોએ એટીએમનો આગળનો ભાગ તોડી નાખ્યો હતો. જેના કારણે 96 હજારનું નુકશાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...