LIVE ઘાતક હુમલો:સુરતમાં યુવકે માવો ખવડાવવાની ના કહેતાં બે યુવક ચપ્પુ લઈને તૂટી પડ્યા

સુરત2 મહિનો પહેલા
  • લિંબાયત વિસ્તારમાં થયેલા હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ

સુરતના રુસ્તમ પાર્ક પાસે રહેતા 38 વર્ષીય શકીલ જમીલ સૈયદ લિંબાયત સરદારનગર પાસે પાન માવો ખાવા માટે ઊભા હતા. દરમિયાન કમરુનગર ખાતે રહેતો શોહેલ ઈદરીશ બોબત અને સમીર બિસ્મિલ્લાહ શા તેની પાસે આવ્યા હતા. ચલ... હમકો માવા ખીલા એમ કહ્યું હતું. જેથી શકીલે કહ્યું, ભાઈ, મૈં ક્યું તુમકો માવા ખિલાવું, મેરે પાસ પૈસે નહીં હૈ એમ કહ્યું હતું. જેથી શોહેલ અને સમીર બંને ગુસ્સે થયા હતા. તેની સાથે ગાળા ગાળી કરી હતી અને ચપ્પુથી હુમલો કર્યો હતો.

જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી.
જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી.

પેટના ભાગે ઘસરકો મારી દીધો
બંને યુવકોએ ઉશ્કેરાઈ જઈ શકીલભાઈને ઢીક્કામુક્કીનો માર મારવાનું શરૂ કર્યું હતું. દરમિયાન શોહેલે તેરે કો બહુત ચરબી ચઢ ગયી હૈ એમ કહી તેની પાસે રહેલું ચપ્પુ કાઢી શકીલ ભાઈના પેટના ભાગે ઘસરકો મારી દીધો હતો, જેથી શકીલભાઈએ બૂમાબૂમ કરતાં ત્યાં લોકોનું ટોળું આવી પહોચ્યું હતું. જેથી શોહેલ અને સમીર ભાગી છૂટ્યા હતા. દરમિયાન ભાગતાં ભાગતાં શોહેલે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.

કપડાં પણ ફાડી નાખ્યાં.
કપડાં પણ ફાડી નાખ્યાં.

ખુલ્લેઆમ હુમલાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર
હુમલા બાબતે શકીલ ભાઈએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હુમલાની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે, જેમાં આરોપીઓ દ્વારા ચપ્પુના ઘા મારવામાં આવી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે. જાહેર સ્થળ પર આ પ્રકારની ખુલ્લેઆમ હુમલાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. લિંબાયત પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.