તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ગોથાણ કેનાલમાં બે યુવક તણાયા એકને બચાવી લેવાયો, એક લાપતા

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક

પાંડેસરા સનાતન નગર ખાતે રહેતા અભયસિંગ મિશ્રાજી રાજપુરોહિત(33) અને ભરત કાસનજી રાજપુરોહિત(17) ટેમ્પોમાં સામાન હેરાફેરી કરે છે. ગુરુવારે બપોરે બન્ને ટેમ્પો લઈ સાયણ માલ ભરવા માટે જતા હતા. દરમિયાન ગોથાણ મોટી કેનાલ પાસે ટેમ્પો પાર્ક કરી ફુલપાત્રી પધારાવ્યા બાદ બન્ને નહેરના પાણીમાં નહાવા પડ્યા હતા. બન્ને પાણીના વ્હેણમાં તણાવા માંડ્યા હતા.

જેથી નજીકમાં શેરડીના ખેતરમાંથી મજુરોએ દોડી જઇ તણાઈ રહેલા અભયસિંગને બચાવી લીધો હતો. ભરત રાજપુરોહીત પાણીમાં ડૂબી થઈ જતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભરતની શોધખોળ હાથ ધરી હતી. જોકે મોડી સાંજ સુધી ભારે શોેધખોળ છતા તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો