તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલ ખુલી:ટ્રેનમાં નકલી ટીસી બનેલા ભરથાણાના બે યુવક પકડાયા, રેલવેમાં કામ કરતાં બનેવીએ સાળાને તોડ કરતાં શીખવાડ્યું

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુરત સ્ટેશને આવતી જતી ટ્રેનોમાં લોકો પાસે રૂપિયા પડાવતા નકલી ટીસીને પકડી પાડવામાં આવ્યા હતા. નકલી ટીસીનો સામનો અસલી ટીસી સાથે થઇ જતા પોલ ખુલી ગઈ હતી.બાંદ્રા-અજમેર ટ્રેનમાં બી-2 કોચમાં ટીસી બની ટિકિટ ચેક કરી રહેલા નકલી ટીસી સામે જયારે અસલી ટીસી સ્કવોડ આવી ગઈ ત્યારે બંનેના હોશ ઉડી ગયા હતા. રેલવેની ટીસી સ્કવોડે ઠગની પુછપરછ કરતા તેણે પોતાની કરતૂતની કબુલાત કરી લીધી હતી.

આરોપી કનૈયા પાંડે નામનો નકલી ટીસી છેલ્લા અઠવાડિયાથી આવી રીતે જ સુરત આવતી જતી ટ્રેનોમાં મુસાફરો પાસે ટિકિટ ચેક કરવાના બહાને રૂપિયા પડાવી રહ્યો હતો.આટલું જ નહિ પણ સાથે પોતાના મિત્ર સુરેશ ચંદેલને પણ રાખ્યો હતો.બંને આરોપીઓ ભરથાણા ગામમાં રહે છે.આરોપી કનૈયા પાંડેઓ પૂછપરછમાં જણાવ્યું હતું કે, ‘મેં મારા બનેવી કે જે રેલવેમાં જ નોકરી કરે છે એના કહેવા પર નકલી ટીસી બની મુસાફરોને ઉલ્લુ બનાવી રૂપિયા ખંખેરવાનું શરુ કર્યું હતું.રેલવે પોલીસે ગુનો નોંધી આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...