તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સુરતમાં સલૂન અને મસાજ પાર્લરના દુકાનદારો પાસે લાંચ માંગનાર બે લાંચિયા કોન્સ્ટેબલ સામે બે વર્ષે ગુનો નોંધાયો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
એસીબીએ વૈજ્ઞાનિક પૂરવાના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
એસીબીએ વૈજ્ઞાનિક પૂરવાના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. (ફાઈલ તસવીર)
  • 60 હજારની લાંચ માગીં હતી પરંતુ ટ્રેપની ગંધ આવતાં લાંચ નહોતી સ્વિકારી

પરવટ પાટિયા અભિલાષા હાઇટ્સમાં સલૂન અને મસાજ પાર્લરની દુકાનદારોને દિવાળીનો તહેવાર આવતો હોવાની વાત કરી રૂપિયાની માંગણી કરવા માટે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 60 હજારની માંગણી કરી હતી. પરંતુ લાંચ ન સ્વિકારી હોવાથી ACBએ પૂરવાના આધારે બે વર્ષ બાદ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીછે.

ઓડીયો એફએસએલમાં મોકલવામાં આવેલો
આ કેસમાં ACBએ બે વર્ષ પહેલા બે લાંચીયા પોલીસકર્મીની ટ્રેપ ગોઠવી હતી. બન્ને ગંધ આવી જતા ટ્રેપ ફેઇલ ગઈ હતી. બન્ને લાંચીયાઓએ ફોન પર વાત કરી રૂપિયાની માંગણી હતી. વર્ષ 2018માં બન્ને લાંચીયા કર્મીઓને ACBની કચેરીએ બોલાવી નિવેદનો લેવામાં આવ્યા હતા ઉપરાંત બન્નેના ગાંધીનગર ખાતે વોઇસ સ્પ્રેકટ્રોગ્રાફી પણ કરવામાં આવી હતી. બે વર્ષ પહેલા બન્ને પોલીસકર્મીઓએ ફોન પર રૂપિયાની માંગણી કરી તેનો ઓડીયોની સીડી એફએસએલમાં મોકલવામાં આવી હતી.

મહત્વની કડી હાથ લાગતા ગુનો દાખલ
પરિક્ષણમાં બન્નેનો વોઇસ હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું હતું. જેથી સૌથી મહત્વની કડી એસીબીને હાથ લાગી છે. આખરે બે વર્ષ પછી એસીબીએ જાતે ફરિયાદી બની લાંચીયા પોલીસકર્મી પ્રકાશ મોતી દેસાઈ અને મહાવીરસિંહ નરપતસિંહ જાડેજા સામે ડીમાન્ડનો ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસ કોસ્ટેબલ પ્રકાશ દેસાઈ ટ્રાફિક પોલીસમાં રિજીયન-2માં અને મહાવીરસિંહ જાડેજા પુણા પોલીસમાં ફરજ બજાવે છે. બન્ને 20 થી 22 હજારનો પગાર છે અને 2011માં ભરતી થયા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો