દુર્ઘટના:સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં મકાન તોડતી વખતે સ્લેબ ધરાશાયી થતાં બે શ્રમિકો દટાયા,એકનું મોત

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્લેબના કાટમાળ નીચે દબાયેલાને ફાયરબ્રિગેડ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યાં હતાં. - Divya Bhaskar
સ્લેબના કાટમાળ નીચે દબાયેલાને ફાયરબ્રિગેડ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યાં હતાં.
  • ગ્રાઉન્ડ પ્લસ 3 માળનું મકાન ધરાશાયી થતાં ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કામગીરી કરી

સુરતના ઉમરા(પાર્લે પોઈન્ટ) વિસ્તારમાં આવેલા અંબાજી મંદિર નજીક તોરણ એપાર્ટમેન્ટ નામનું લો રાઈઝ બિલ્ડીંગને ઉતારી લેવાની કામગીરી ચાલી રહી હતી.તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.30-35 વર્ષ જૂની બિલ્ડીંગ ઉતરવાની કામગીરી દરમિયાન અચાનક બીજા માળનો સ્લેબ તૂટી પડતા મજૂરોમાં ભાગદોડ મચી ગઇ હતી. ભર બપોરે બનેલી આ દુર્ઘટનામાં બે મજૂરો ગંભીર રીતે ઘવાતા બન્નેને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. જ્યાં એક ને મૃત જાહેર કરાયો હતો.પાલિકાને જાણ કર્યા વગર કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાની સાથે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મકાનને તોડી પાડવાની કામગીરી વખતે સ્લેબ શ્રમિકો માથે પડ્યો હતો.
મકાનને તોડી પાડવાની કામગીરી વખતે સ્લેબ શ્રમિકો માથે પડ્યો હતો.

મકાનને તોડાઈ રહ્યું હતું
ઉમરા વિસ્તારમાં આવેલા અંબાજી મંદિર નજીક એપાર્ટમેન્ટ તોડતી વખતે મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને દબાયેલા શ્રમિકોને રેસ્ક્યુ કરીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યાં હતાં. જેમાં એક ભાવેશ નામના શ્રમિકનું મોત થયું હતું.

એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયાં હતાં.
એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયાં હતાં.

માથાના ભાગે ઈજા થઈ હતી
ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે,12.45 વાગ્યના કોલ હતો. અંબાજી મંદિરની સામે બેન્ક ઓફ બરોડા સામેની ગલીમાં દટાયા હોવાનું કહેવાયું હતું. બાદમાં ઘટના સ્થળે જતાં ખબર પડી કે, મકાન તોડાઈ રહ્યું હતું. જેમાં એક શ્રમિક સ્બેલ તોડી રહ્યો હતો. ત્યારે સ્લેબ તૂટતા તેના માથા પર ઈજા પહોંચી હતી. અમે 3 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે મોકલી હતી. જેમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ મોકલ્યાં તેમાંથી ભાવેશ નામના યુવકનું મોત થયાની જાણ થઈ હતી.

દુર્ઘટના બાદ ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
દુર્ઘટના બાદ ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસે ગુનો નોધ્યો
ઈશ્વર પટેલ (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે,આજે બપોરે અચાનક પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા તોરણ એપાર્ટમેન્ટનો બીજા માળનો સ્લેબ તૂટી પડતા બે મજૂરો દબાઈ ગયા હતા.ચાર માળનું બિલ્ડીંગ ઉતારવા માટે કોન્ટ્રાક્ટરે પાલિકામાં જાણ કે નોંધણી કરવાની હોય છે. જે બન્ને કામગીરી કરી ન હતી. તેમજ મજૂરો સેફટી બેલ્ટ વગર દીવાલ તોડતા હતા. દુર્ઘટના પાછળ કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી છે. પાલિકાએ તાત્કાલિક નોટીશ આપી છે અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડે કાટમાળ હટાવવાની કામગીરી કરી હતી
ફાયર ઓફિસર ઇશ્વર પટેલે જ્ણાવ્યું હતું પાર્લે પોઇન્ટ નજીક જર્જરિત થઇ ગયેલા તોરણ એપાર્ટમેન્ટને ઉતારતા પહેલાં પાલિકાની પરવાનગી લેવાઇ ન હતી તેમજ બિલ્ડિંગને ઉતારવાની કામગીરી દરમિયાન મજૂરોની સલામતિ માટે સેફ્ટીના સાધનો પણ ન હતા. જેથી પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય પગલાં ભરવાની તજવીજ હાથ ધરવામાં આવશે