તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાંચિયા દબોચાયા:સુરતમાં મહિલા સફાઈ કામદારની રજા મંજૂર કરવા અને બદલી કરાવવા 10 હજાર માગનાર બે કામદાર અને સેનેટરી ઈન્સ્પેક્ટર ઝડપાયા

સુરત20 દિવસ પહેલા
લાંચ લેનાર સફાઈ કામદાર અને વચ્ચે સેનેટરી ઈન્સ્પેક્ટરને ACBએ ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
  • ACBએ લાંચિયા કર્મચારીઓને લાંચના 10 હજાર સાથે ઝડપી લીધા

સુરત મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીને કામની જગ્યા બદલી આપવા અને રજા મંજૂર કરાવી આપવા બદલ લાંચ માગનારા ત્રણને ઝડપી લેવામાં આવ્યાં છે. ACB છટકું ગોઠવીને આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે. ગોતાલાવાડી, પટેલનગર- 2 પાસેની વોર્ડ ઓફિસમાં ACB એ ઓપરેશન પાર પાડી લાંચમાં લેવાયેલી રોકડ 10 હજારની રકમ પણ કબ્જે લીધી છે. ACB એક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સહિત 2 સફાઈ કામદાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કર્મચારીઓની ફરિયાદ મળ્યા બાદ ACBએ છટકું ગોઠવ્યું હતું.
કર્મચારીઓની ફરિયાદ મળ્યા બાદ ACBએ છટકું ગોઠવ્યું હતું.

લાંચ ન આપે તો હેરાનગતિની ધમકી અપાતી
ACBએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકામાં સફાઇ કામદારોનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરવા માટે મહિને રૂપિયા પાંચથી દસ હજાર સફાઇ કામદારો પાસે લેવાઈ રહ્યા હોવાની ફરિયાદ મળી હતી. જેને લઈ એક જાગૃત મહિલા સફાઈ કામદાર પાસે રૂપિયા 10 હજારની માગણી કરાઈ હતી. જો લાંચ નહીં આપે તો ખોટી હેરાનગતિ કરાશે એવી ધમકી અપાઈ હતી. ત્યારબાદ પાલિકાની સફાઈ કામદાર મહિલાએ ફરિયાદ આપતા આખા ઓપરેશન ને સફળતા પૂર્વક પાર પાડવાનું છટકું ગોઠવાયું હતું.

આરોપીઓ પાસેથી 10 હજાર લાંચના પણ મળી આવ્યાં હતાં.
આરોપીઓ પાસેથી 10 હજાર લાંચના પણ મળી આવ્યાં હતાં.

છટકામાં આરોપી ઝડપાયા
ત્રણેય આરોપીઓ કતારગામ ગોતાલાવાડી વોર્ડ ઓફિસમાં લાંચની રકમ સ્વિકારવાના હોવાથી ACBએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ધીરેનકુમાર ગોવિંદભાઇ સોલંકી, મદદનીશ આરોગ્ય નિરીક્ષક (સેનેટરી સબ ઇન્સ્પેકટર) વર્ગ-3 નોકરી- વોર્ડ નં.-7 બી, ગોતાલાવાડી, સુરત મહાનગરપાલિકા, સુરત, લાલજીભાઇ છનાભાઇ જોગડીયા, સફાઇ કામદાર, વર્ગ-4, નોકરી- વોર્ડ નં.- 7 બી, ગોતાલાવાડી, સુરત મહાનગરપાલિકા, સુરત, દિપકભાઇ અરજણભાઇ મકવાણા, સફાઇ કામદાર,વર્ગ-4, નોકરી- વોર્ડ નં-7 બી, ગોતાલાવાડી, સુરત મહાનગરપાલિકા, સુરતને ACBએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.