તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ભેસાણની બે મહિલાએ પોલીસને તમાચો મારી મહિલા બિગ્રેડના કપડાં ફાડી નાખ્યાં

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાંદેરની સંસ્કારભારતી સ્કૂલ પાસે શાકમાર્કેટમાં પોલીસ-પાથરણાવાળા વચ્ચે બબાલ
  • ‘અમે તો અહીં જ પથારો લગાવીશું’ કહી માથાકૂટ કરતા 2 મહિલાની ધરપકડ

અમે તો અહીં જ પથારો લગાવીશું કહીને ભેસાણગામની મહિલાએ પોલીસકર્મીને તમાચો ઠોકી મહિલા બિગ્રેડને માર મારી તેના કપડા ફાડી નાખ્યા હતા. આ ઘટનામાં રાંદેર પોલીસમાં ટ્રાફિક પોલીસે જાતે ફરિયાદી બની જયશ્રીબેન મનીષ પટેલ, મીનાબેન જયંતિ પટેલ(બન્ને રહે,સડક મહોલ્લો,ભેસાણગામ)ની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

રાંદેર પાલનપુર પાટિયા સંસ્કારભારતી સ્કૂલ પાસે શાકભાજી માર્કેટ ભરાય છે. શાકભાજી માર્કેટને કારણે ટ્રાફિક સમસ્યા હોવાથી ટ્રાફિક પોલીસને તૈનાત કરી દેવાયા હતા. ટ્રાફિકની મહિલા પોલીસકર્મી સાથે એલઆર સંજય કાણોતરા ફરજ પર હતા. 8મીએ 12 વાગ્યે બે મહિલાઓ પાથરણામાં શાકભાજી વેચતા હતા. આથી ટ્રાફિક પોલીસે અટકાવતા મહિલાએ ઉશ્કેરાયને પોલીસકર્મીને તમાચો ઠોકી દીધો હતો.

હપ્તા ઉઘરાણીની વાત
ભાગળ ચાર રસ્તા, ભટાર ટેનામેન્ટ, પરવટ પાટિયા સરદાર માર્કેટ, રાંદેર પાલનપુર પાટિયાની શાકભાજી માર્કેટો પણ ટ્રાફિકની સમસ્યા છે. કેટલીક માર્કેટોમાં લુખ્ખા તત્વો પોલીસના નામે પૈસાની ઉઘરાણી કરતા હોવાની પણ વાત છે. પરવટ પાટિયાની માર્કેટમાં તો લુખ્ખા તત્વો પાથરણાં અને લારીવાળા પાસેથી હપ્તો ઉઘરાણી કરતો હોવાની વાત છે.

અન્ય સમાચારો પણ છે...