તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:કવાસ પાસે ટ્રેલરે એક્ટિવા અને ટેન્કરને અડફેટે લેતાં બેનાં મોત

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉભેલા ટેન્કરને ટ્રેલરે ટક્કર મારી હતી
  • ટ્રેલરના ડ્રાઇવરનું ટૂંકી સારવાર બાદ મોત

કવાસ નજીક શુક્રવારે રાત્રે પુરપાટ ઝડપે પસાર થતા એક ટ્રેલરના ચાલકે ઉભેલા ટેન્કરને ટક્કર મારી નજીકમાંથી પસાર થતા એક્ટિવા સવાર પિતા-પુત્રને પણ અડફેટમાં લેતા પિતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પુત્ર ગંભીર રીતે ઘવાયો હતો. ટ્રેલર ચાલક પણ ટ્રેલરના કેબિનમાં ફસાઈ જતા ગંભીર રીતે ઘવાયો હતો.ટ્રેલર ચાલકનું પણ ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.

છાપરાભાઠા રોડ પર સિલ્વર સ્ટોન એપાર્ટમેન્ટ ખાતે રહેતા મનોજભાઈ પટેલ (50) તેમના પુત્ર ભાર્ગવ સાથે શુક્રવારે રાત્રે કવાસ પાટીલા પાસેથી પસાર થતા હતા. દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવતા ટ્રેલર ચાલક રવિન્દ્ર બીંદ(25)એ ટ્રેલર પરથી કાબુ ગુમાવતા આગળ ઉભેલા ટેન્કરમાં ભટકાયુ હતું. અકસ્માત બાદ ટ્રેલર કેબીનથી છુટુ પડી ગયુ હતું અને એક્ટિવાને અડફેટે લીધું હતું. એક્ટિવા સવાર મનોજભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે પુત્ર ભાર્ગવ ગંભીર રીતે ઘવાતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ટ્રેલર ચાલક રવિન્દ્ર પણ આ અકસ્માતમાં ડ્રાઈવર કેબીનમાં ફસાઈ જતા ગંભીર રીતે ઘવાયો હતો. લોકોએ રવિન્દ્રને કેબીનમાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં રવિન્દ્રનું ટુકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. બનાવ સંદર્ભે ઈચ્છાપોર પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...