તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસની રેડ:સુરતમાં ઉત્તરાયણ પહેલા વરાછા માતાવાડીમાં પ્રતિબંધિત દોરી વેચતા બે ઝડપાયા

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
94 બોબીન, દોરી વેચાણના રોકડા 13330, 10 હજારના બે મોબાઈલ જપ્ત કરાયા. - Divya Bhaskar
94 બોબીન, દોરી વેચાણના રોકડા 13330, 10 હજારના બે મોબાઈલ જપ્ત કરાયા.
  • પ્રતિબંધીત સિન્થટીક દોરીના 94 બોબીન કબજે લેવાયા
  • બંને આરોપી પાસેથી કુલ 51530નો મુદ્દામાલ જપ્ત કરાયો

ઉતરાયણમાં પ્રતિબંધિત દોરીઓનું વેચાણ કરતા બે ઇસમને પીસીબીએ ઝડપી પાડયા છે. બુધવારે પીસીબીએ વરાછા માતાવાડીની એક દુકાનમાં રેઇડ કરી હતી. જ્યાં ગોડાઉનમાંથી પ્રતિબંધિત સિન્થેટિક દોરીના 28, 200 રૂપિયાની કિંમતના 94 નંગ બોબીન મળ્યા હતા. આ દોરીનું કેવિન અશોક માંગુકીયા(27)(શિવધારા રેસિડન્સી,મોટા વરાછા) અને રાહુલ પ્રવિણ વેકરીયા(20)(રહે,યોગીનગર સોસા,સરથાણા) સોશિયલ મિડીયાના માધ્યમથી વેચાણ કરતા હતા. બંને આ દોરી પાર્ટનર બિપિન લાવી આપતો હતો. પોલીસે દોરી, રોકડ અને મોબાઇલ મળી 51530નો મુદામાલ કબજે કર્યો છે.

બાતમી આધારે પોલીસે રેડ કરી
વરાછા વિસ્તારના માતાવાડી ખાતે આવેલી અક્ષર નિવાસની દુકાન નં-26માં પ્રતિબંધિત સિન્થેટીક દોરાનો જથ્થો એકઠો કરવામાં આવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેને પગેલ પોલીસે રેડ કરી કેવિન અશોકભાઇ માંગુકીયા(ઉ.વ.27) અને રાહુલ પ્રવિણભાઇ વેકરીયા (ઉ.વ.20)ને પ્રતિબંધીત સિન્થેટીક દોરીના 94 બોબીન સાથે ઝડપી પાડ્યા હતા.

જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી
પોલીસે 28200ની કિંમતના સિન્થેટીક દોરીના 94 બોબીન, દોરી વેચાણના રોકડા 13330, 10 હજારના બે મોબાઈલ સહિત કુલ 51530 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને આરોપીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser