નશાનો જથ્થો ઝડપાયો:હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 34.240 કિલો ગાંજા સાથે બે પકડાયા

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
રેલવે પોલીસે ગાંજાના જથ્થા સાથે રોકડ ઝડપી પાડી હતી.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
રેલવે પોલીસે ગાંજાના જથ્થા સાથે રોકડ ઝડપી પાડી હતી.(ફાઈલ તસવીર)
  • રોકડા રૂપિયા મળી કુલ 3લાખ 80 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો

હાવડાથી અમદાવાદ તરફ જતી હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી કુલ 34.240 કિલોગ્રામ ગાંજો પકડવામાં આવ્યો હતો.રેલવે પોલીસે ગાંજા ઉપરાંત મો.ફોન અને રોકડા રૂપિયા મળી કુલ 3લાખ 80 હજારનો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીઓને પકડી પડ્યા હતા.

ચેકીંગ દરમિયાન આરોપી ઝડપાયા
3 તારીખે નંદુરબારથી હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ચેકીંગ કરતા આવતા હતા. ત્યારે 10:30 વાગ્યે વ્યારા રેલ્વે સ્ટેશન પસાર થતા હતા એ દરમિયાન કોચ નં. એ/2ની શીટ નંબર 30 પર મુસાફરી કરતા બે ઇસમોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યાં હતાં. પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

ગાંજાના જથ્થા સાથે રોકડ ઝડપાઈ
પોલીસે બિપીન પરશુ પાલ ( 29 ધંધો.એમ્બ્રોડરી, રહે નુતન બહેરામપુરા પોસ્ટ મથુરા તા.ખલીકોટ, જિ.ગંજામ ઓડીસા)અને અશોક સીમચાલ પહાન (20, ધંધો.લુમ્સ ખાતામાં કામ રહે- રહે-નુતન બહેરામપુરા પોસ્ટ મથુરા તા.ખલીકોટ, જિ.ગંજામ ઓડીસા, હાલ રહે-પીપોદરા જી.આઈ.ડી.સી કીમ)પાસેથી બે મોટી બ્લ્યુ કલરની ટ્રોલી બેગો તથા એક બ્લ્યુ કલરનો સોલ્ડર બેગોમાં કુલ 33 કિલોગ્રામથી વધુ ગાંજો તથા મો.ફોન,ઘડિયાળ તથા રોકડા રૂપિયા તેમજ પેકીંગ મટીરીયલ્સ મળી કુલ કિ.રૂ. 3 લાખ 80 હજારના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.