ક્રાઇમ:કોરોનામાં કામ બંધ થઇ જતા ફોન સ્નેચિંગ કરતાં બે ઝડપાયા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પુણા, સરથાણા, કાપોદ્રાના ગુના ઉકેલાયા

કોરોનાકાળમાં કામ ધંધો બંધ થઈ જતા મોબાઇલ સ્નેચિંગ કરી શોટકર્ટમાં રૂપિયા કમાવવા જતા બે આરોપી ડીસીબીના હાથે ઝડપાયા છે. પોલીસે બંને મોબાઇલ સ્નેચરનેે કમેલા દરવાજા પાસે આવેલી રાજીવ નગર ઝુંપડપટ્ટી પાસેથી પકડી પાડયા હતા.

ડીસીબીએ ઈકબાલ ઉર્ફે ઈકબાલ પાત્રીસ ગુલામ સૈયદ અને બીજાનું નામ મનિષ ઉર્ફે મન્યો અશોક રાઠોડ પાસેથી 3 મોબાઇલ અને બાઇક સાથે મળી કુલ 70 હજારનો મુદામાલ કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ઈકબાલની માતા થોડા દિવસો પહેલાં ગુજરી ગઈ હોય અને પરિવારમાં ભાઈ સિવાય કમાવનાર કોઈ ન હોય તેણે મોબાઇલની ચોરી કરતો હોવાની કબૂલાત કરી હતી.

મનિષ રાઠોડની પત્ની ગર્ભવતી હોવાથી તેમજ તેની પાસે કોરોનામાં કામ ધંધો ન હોવાને કારણે આર્થિક પરિસ્થિતિ કથળી જતાં તે ચોરીના રવાડે ચઢયો હોવાની વાત કરી હતી. પુણા,સરથાણા અને કાપોદ્રા પોલીસના મોબાઇલ સ્નેચિંગના ત્રણ ગુનાઓ ઉકેલી નાખ્યા છે. અગાઉ મનીષ ઉર્ફે મન્યો મોબાઇલ ચોરીમાં 8 વાર પકડાયો છે જયારે ઈકબાલ 3 ગુનાઓમાં જેલની હવા ખાઈ ચુકયો છે.

અન્ય સમાચારો પણ છે...