ગેરકાયદે પાર્કિંગનું ન્યુસન્સ:ચોકમાં મેટ્રોના કામથી દસ ફૂટની ગલીમાં બંને તરફી વાહનવ્યહાર

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાલગેટ પોલીસ મથકના રોડ પર ગેરકાયદે પાર્કિંગનું ન્યુસન્સ
  • 20 ફુટ પહોળા રોડ પર બંને તરફ કાર પાર્કિંગ કરી દેવાય છે

ચોકમાં મેટ્રોની કામગીરીને લઇને ઠેર-ઠેર અરજકતાની સ્થિતિ વચ્ચે હવે દસ ફુટની જગ્યાવાળી ગલીમાં પણ બંને તરફ વાહનોની અવરજવરના લીધે ભારે જામની સ્થિતિ થવા લાગી છે. લાલગેટ પોલીસ મથકના રોડ પર રોજના ગેરકાયદે પાર્કિંગના લીધે વૈકલ્પિક રોડ પર ટ્રાફિક જામ રહેતો હોય લોકો બચવા માટે નાની ગલીઓમાં મોટા વાહનો લઇને ઘૂસી જાય છે. જેના લીધે ટ્રાફિકની સ્થિતિ વધુ વકરે છે.

નાણાવટથી ચોક તરફ જવા માટે હાલ બકરીવાલી મસ્જિદની ગલીમાં રસ્તો રાખવામાં આવ્યો છે આ ગલી દસ ફુટ જેટલી જ છે. પરંતુ આ જ ગલીમાંથી ચોકથી નાણાવટ તરફ જનારાઓ પણ વાહન લઇને પ્રવેશી જાય છે એટલે આ ગલી પણ જામ થઈ જાય છે. ચોકથી નાણાવટ કે શાહપોર કે કતારગામ તરફ જવા માટે માત્ર લાલગેટ પોલીસ મથકવાળો જ રોડ ઉપયોગમાં લેવાય એમ છે, પરંતુ આ રોડ પર ગેરકાયદે પાર્કિંગના લીધે રસ્તો જામ થઈ જાય છે. એકી સંખ્યાના આધારે પાકિંગ કરવાની હોવા છતાં અહીં રોજ આડેધડ પાર્કિગ કરી દેવાઇ છે. આગળ જતાં સોદાગરવાડ પાસે બેન્ક ઓફ બરોડા પાસે પણ વાહનો આડેધડ પાર્ક કરી દેવાય છે. 20 ફુટ પહોળા રોડ પર બંને તરફ કાર પાર્કિંગ કરી દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...