તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાવાઈરસ:સુરતમાં બે વોરિયર્સે એલોપેથીને બદલે માત્ર આયુર્વેદિક દવાથી કોરોનાને હરાવ્યો

સુરત4 મહિનો પહેલાલેખક: મેહુલ પટેલ
  • કૉપી લિંક
ડો.ધરતી ઠુમ્મર અને મિતેશ મિસ્ત્રી.
  • આઇસોલેશન વોર્ડમાં બે દર્દીએ એલોપેથીને બદલે આયુર્વેદિક દવાનો કોર્સ કર્યો

સુરતમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓના સાજા થવાના આંકડામાં ઉછાળો નોંધાયો છે.મંગળવાર સુધીમાં કુલ 315 લોકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાજા થઇ ઘરે ગયા હતા.દરમિયાન માત્ર આયુર્વેદિક દવા અને ઉપચાર પદ્ધતિ અપનાવીને પણ કોરોના પોઝિટિવ આવેલા 2 વ્યક્તિ સાજા થઇ ગયા હોવાનો દાવો ખુદ સાજા થનારા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યો છે. કતારગામના મિતેશ મિસ્ત્રી અને પુણા ગામમાં રહેતી ધારા ઠુમ્મરને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સિવિલ હોસ્પિટલના આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા અને એલોપેથી મુજબની દવા આપવાની શરુઆત કરવામાં આવી હતી. જોકે બંનેએ પોતાની સાથે રાખેલી આયુર્વેદિક દવાઓ જ ખાનગી તબીબના નિર્દેશ મુજબ શરુ રાખી હતી.આખરે બંનેનો કોરોનાનો ફાઇનલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને બંનેને રજા પણ મળી ગઈ હતી.
મેં એલોપેથીને બદલે સારવાર માટે આયુર્વેદિક દવા પસંદ કરી
પુણાગામ ડો.ધરતી ઠુમ્મરએ કહ્યું હતું કે,  હું કતારગામની કિરણ હોસ્પિટલમાં રીપ્રેઝન્ટેટિવ મેડિકલ ઓફિસર છું.22મીએ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઇ હતી.હું મારી આર્યુવેદીક વટી અને ચૂર્ણ સાથે લઈને જ ગઈ હતી.મેં આર્યુવેદીક તબીબના માર્ગદર્શન હેઠળ ચૂર્ણ અને વટી લેવાનું શરુ કર્યું હતું. મને દેખીતા કોઈ લક્ષણો ન હતા.હોસ્પિટલ દ્વારા લેવામાં આવેલા બંને રિપોર્ટ નેગેટિવ આવતા મને રજા મળી ગઈ છે અને હાલ ઘરે છું.મેં હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી દવા પીધી નથી અને આર્યુવેદીક દવા જ લીધી હતી.
મેં હોસ્પિટલની દવાને બદલે આયુર્વેદિક ચૂર્ણ અને વટી લીધી 
કતારગામના મિતેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, મને 20મી એપ્રિલે ગળામાં દુઃખાવો,  માથું અને કમર પણ દુખવાનું શરુ થતા હું ફિઝિશિયન પાસે ગયો હતો અને દવા લઈ આવ્યો હતો બાદમાં ફિઝિશિયન મારફતે મારો સંપર્ક મનપાએ કર્યો અને મને રિપોર્ટ કઢાવવા કહ્યું ,રિપોર્ટ પોઝિટિવ આવતા મને સિવિલ લઈ ગયા હતા. જોકે મેં મારા આર્યુવેદીક તબીબના માર્ગદર્શન હેઠળની વટી અને ચૂર્ણ લેવાનું શરુ રાખ્યું હતું અને બે દિવસમાં જ મને રાહત થવા લાગી હતી.મેં હોસ્પિટલ તરફથી અપાયેલી કોઈ દવા લીધી નથી. આખરે બંને રિપોર્ટ નેગેટિવ આવતા રજા મળી ગઈ હતી.
બંનેની શારીરિક સ્થિતિ મુજબ દવા આપી હતી 
આર્યુવેદીક તબીબ ડો.પીનલ રાણાના જણાવ્યા અનુસાર મિતેશ મિસ્ત્રી અને ડો.ધરતી ઠુમ્મર  બંને કોરોના પોઝિટિવ વ્યક્તિને બાહ્ય લક્ષણો અને શારીરિક સ્થિતિ મુજબ આર્યુવેદીક દવાનો કોર્સ આપવામાં આવ્યો હતો અને નિયમિત એ પ્રમાણે દવા શરૂ રાખી હતી. બંનેએ એ કોર્સ કર્યો અને છેલ્લો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.અન્ય બીએએમએસ અને એમડી ડો.અપશ્ચિમ બરંથ અને ગુજરાત આર્યુવેદીક રજીસ્ટ્રેશન બોર્ડના ડિરેક્ટર ડો.મનસુખ માંગુકિયાનો પણ સહકાર પ્રાપ્ત થયો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો