તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:વાપીના બે કેમિકલ વેપારી પર ત્રાસ ગુજારનાર સામે કાર્યવાહી કરાશે: CBIC

સુરત21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • CBICઅધ્યક્ષ અને કેટની બેઠક મળી

સોમવારે કેટ સાથે સીબીઆઈસીના અધ્યક્ષ એમ.અજિતકુમારની મિટિંગ થઇ હતી. મિટિંગમાં તેમણે કહ્યું હતું કે, ડિરેક્ટોરેટ ઓફ જનરલ જીએસટી ઈન્વેસ્ટિગેશનના (ડિજીજીઆઈ)ના અધિકારીઓએ વાપીની કેમિકલ ફેક્ટરી સાથે સંકળાયેલા બે વેપારી પર શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હતો જેમાં તેઓ દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાત્રી કેટ સાથેની મિટીંગમાં સીબીઆઈસીના અધ્યક્ષ એમ.અજિતકુમારે આપી હતી. જીએસટીના ત્રણ વર્ષ પછી પણ કેન્દ્ર સરકારને અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં આંટીઘૂટીઓ ઉકેલાઈ નથી જેને કારણે કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા 26મી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન જાહેર કર્યુ હતું.

જેમાં કેટ, ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટર વેલ્ફેર એસોસિએશન, નાણાસચિવ અજય ભૂષણ પાંડે તથા સીબીડીટીના અધ્યક્ષ પી.સી. મોદી હાજર રહ્યા હતાં.જોકે બંને પક્ષે સકારાત્મક અભિગમ છતાં બેઠક અનિર્ણીત રહેતા કેટ તા. 26મી ફેબ્રુઆરીના ભારતમાં વેપાર બંધના એલાન સાથે વળગી રહ્યું છે.

આ ઉપરાંત ખંડેલવાલે ડીજીજીઆઈના અધિકારીઓએ ગુજરાતના વાપીમાં વેપારીઓને હેરાનગતિ કરતા હોવાની વાત કરી હતી. જે અંતર્ગત સીબીઆઈસીના અધ્યક્ષ એમ. અજિતકુમારે કહ્યું હતું કે, આજે સવારે જ સુરતના ડીજીજીઈઆઈ કચેરીથી આ ઘટનાનો અહેવાલ મંગાવ્યો છે. આ સાથે જ અજિતકુમારે કેટના પ્રતિનિધિમંડળને ખાતરી આપી હતી કે દોષિત સાબિત થનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો