તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરથાણામાં તેલનો વેપાર કરતા બે વેપારીઓએ ઉધારમાં 12.39 લાખ રૂપિયાની કિંમતના તેલના ડબ્બા ં ખરીદીને રૂપિયા નહીં ચૂકવી નાસી ગયા હતા જેથી એમની વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વાપીના આઝાદનગરમાં રહેતા નિમેષ કિશોરચંદ્ર અગ્રવાલ વાપીમાં શિવ શક્તિ ઓઇલ મીલના નામે સન ફ્લાવર ઓઇલ અને કપાસીયા ઓઇલનો વેપાર કરે છે.
સુરતમાં સેલ્સમેન નિલેશ જૈનના માધ્યમથી તેમની પ્રોડક્ટ વેચવામાં આવે છે. યોગી ચોક વિસ્તારમાં ધરતી એન્ટરપ્રાઇઝના માલિક મેહુલ અરજણ ગોંડલિયા અને તેમની બાજુમાં ઓમ ટ્રેડિંગના માલિક રજનીકાંત પોપટ ખોખર અવાર-નવાર નિલેશ પાસેથી તેલના ડબ્બા ખરીદતા હતા.
સપ્ટેમ્બર 2020થી બંનેએ નિલેશ પાસેથી ઉધારમાં તેલના ડબ્બા ખરીદવાનું શરૂ કર્યું હતું. થોડા-થોડા કરીને કુલ 940 તેલના ડબ્બા તેઓએ ઉધારમાં ખરીદ્યા હતા. તેના 12.39 લાખ રૂપિયા થાય છે. મેહુલ અને રજનીકાંત બંનેએ રૂપિયા ચૂકવ્યા ન હતા એ સાથે જ એમણે ધરતી એન્ટરપ્રાઇઝનું ઠેકાણું પણ બદલી નાખ્યું હતું. થોડા દિવસો પછી ધરતી એન્ટરપ્રાઇઝ નામની દુકાન પણ બંધ કરી દીધી હતી. મેહુલે પેમેન્ટ તરીકે 7.76 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. તે પણ રિટર્ન થયો હતો. તેથી નિમેષ અગ્રવાલે બંને વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.