તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:સુરતના સચીનમાં મહિલાને પોલીસની ઓળખ આપી ચેઈન સ્નેચિંગ થાય છે કહી ગઠિયા વૃદ્ધા પાસેથી 90 હજારની બંગડી સેરવી ગયા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • મહિલાને વિશ્વાસમાં લઈ સોનાની ચાર બગંડી કાપડની થેલીમાં મુકાવી નજર ચુકવી લઈ ગયા

સચીન ડાયમંડ પાર્કમાં ડીજીડીસી કંપનીના ચીફ જનરલ મેનેજરના 62 વર્ષીય પત્ની સ્નેહલબેન બુધવારે દૂધ લેવા ગયા ત્યારે ગેટ પાસે બે અજાણ્યાએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. સ્નેચિંગની તપાસના નામે તેમની પાસેથી 90 હજારની 4 સોનાની બંગડી થેલીમાં મુકાવી દીધી હતી.પછી વિગતો લખવાનું કહી થેલીને ગાંઠ મારી આપી દીધી. વૃદ્ધા દુધ લેવા ગયા ત્યાં થેલી ચેક કરતા દાગીના ગાયબ હતા. તેમણે સચીન જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દુઘ લેવા જતા મહિલાને ઠગોનો ભેટો થયો
સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ડાયમંડ ગેટ જીઆઈડીસી ગેસ્ટ હાઉસ યમુના બિલ્ડિંગ ખાતે રહેતા સ્નેહલબેન સુધીરભાઈ કેલકર (ઉ.વ.62) દુધ લેવા માટે જતા હતા. ડાયમંડ ગેટ પાર્ક પબ્લીક સ્કૂલ પાસેથી પસાર થતા હતા. દરમિયાન બે અજાણ્યાઓ તેમની પાસે આવ્યા હતા. 30થી 35 વર્ષના અજાણ્યાઓ સ્નેહલબેનને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી.

બે યુવાનો નજર ચુકવી બંગડીઓ લઈને નાસી ગયા
સ્નેહલબેનને કહ્યું હતું કે, અહી ચેઈન સ્નેચિંગ થાય છે તેમ કહી વિશ્વાસમાં લઈ હાથમાં પહેરેલ રૂપિયા 90 હજારની કિંમતની છ તોલાની ચાર સોનાની બંગડી કાપડની થેલીમાં મુકાવ્યા બાદ તેમની નજર ચુકવી બંગડીઓ લઈને નાસી ગયા હતા. બનાવ અંગે સ્નેહલબેન કેલકરની ફરિયાદને આધારે પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.