ક્રાઈમ:સુરતના મહિધરપુરામાં શેરબજાર ડબ્બા ટ્રેડીંગ કરતા બે શેરદલાલ ઝડપાયા, 70 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રોકડા 13 હજાર, લેપટોપ, કોમ્પ્યુટર, સી.પી.યુ, ટી.વી સહિનો મુદ્દામાલ કબ્જે કર્યો

મહિધરપુરા કંસારા શેરી સત્યનારાયણ બિલ્ડિંગમાં આવેલી શેરબજારની ઓફિસમાં સાંજે પોલીસે રેડ પાડી શેરબજાર ડબ્બા ટ્રેડીંગનો શેર સટ્ટો રમાડતા બે શેરદલાલને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા 13 હજાર, લેપટોપ, કોમ્પ્યુટર, સી.પી.યુ, ટી.વી સહિત કુલ રૂપિયા 70 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

ગેરકાયદે સટ્ટો રમાડાતો હતો
બનાવ અંગે મહિધરપુરા પોલીસના જણાવ્યા મુજબ સર્વલન્સ સ્ટાફના માણસોએ ગઈકાલે સાંજે કંસારા શેરી સત્યનારાયણ બિલ્ડિંગમાં બીજા માળે આવેલી શેરબજારની ઓફિસમાં રેડ પાડી હતી. તપાસ દરમિયાન ઓફિસમાં વિમલ વાડીલાલ મોરખીયા (રહે, રીજન્ટ રેસીડેન્સી પાલ, મૂળ લવાણા,તાલુકો. દિયોદર, જિલ્લો બનાસકાંઠા) અને મુકેશ ઈશ્વર પટેલ (રહે, છપ્પનીયો મહોલ્લો અડાજણ) ઓફિસમાં પોતાના આર્થિક લાભ માટે ગેરકાયેદસર રીતે લાયસન્સ, પરવાનગી કે રજીસ્ટ્રેશન સ્ટ્રોક ઍક્સચેજના કાયદાસરના સભ્ય નહી હોવા છતાંયે સ્ટોક ઍક્ષચેન્જ દ્વારા અધિકૂત સિવાયની જગ્યાઍ શેર ભાવની બોલી બોલી તેને લે-વેચ કરી ડબ્બા ટ્રેડીંગનો શેર શટ્ટો ગેરકાયદેસર રીતે વિધૂત ઉપકરણો દ્વારા રમાડતા ઝડપાયા હતા.

પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસે શેરબજારના ડબ્બા ટ્રેડીંગ રમાડતા ઝડયાપેલા બંને જણા પાસેથી રોકડા 13,130 લેપટોપ, મોબાઈલ, કોમ્પ્યુટર, સી.પી.યુ, સેટટોપ બોક્ષ, સહિત કુલ રૂપિયા 70,630નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ પીએસઆઈએ હાથ ધરી છે.