સ્નેચિંગ:સુરતના સરથાણા વિસ્તારમાં સ્કૂટર પર જઈ રહેલા વૃદ્ધ દંપતીના ગળામાંથી સોનાની તોડી બે ફરાર

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દંપતીનો ચેઈન લૂંટાયા બાદ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ આદરી છે. (પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
દંપતીનો ચેઈન લૂંટાયા બાદ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ આદરી છે. (પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • વૃદ્ધ દંપતીએ બૂમાબૂમ કરતાં પીછો કરાયો પણ સ્નેચરો ન પકડાયા

શહેરમાં ચેઈન સ્નેચરો ફરી સક્રિય થયા છે. સરથાણા વિસ્તારમાં રહેતા 70 વર્ષ વૃદ્ધ રાત્રે સંબંધીને ત્યાં જમીને પત્ની સાથે સ્કૂટર ઉપર જતા હતા ત્યારે નટવરનગર સોસાયટીની સામે બાઈક ઉપર આવેલા બે ચેઈન સ્નેચર તેમના ગળામાંથી 1 લાખની કિંમતની સોનાની ચેઈન તોડી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે દંપત્તિએ બૂમા બૂમ કરતા ત્રણ બાઈક ચાલકોએ પીછો પણ કર્યો પરંતુ ચેઇન સ્નેચર ભાગવામાં સફળ રહ્યા હતા.

40 ગ્રામની ચેઈન લૂંટાઈ
મૂળ અમરેલીના વતની અને સરથાણા જકાતનાકા રાજહંસ સ્વપ્ન પ્રભાકર બિલ્ડીંગ ફ્લેટ નં.1202 માં રહેતા અને નિવૃત જીવન ગાળતા 70 વર્ષના ધનજીભાઇ રામજીભાઇ માંગુકીયાનો ગત રવિવારે સાંજે પત્ની કાંતાબેન સાથે પોતાના સ્કૂટર પર યોગીચોક ખાતે સંબંધીના ઘરે ગયા હતા અને જમી કારવી રાત્રે 10.15 વાગ્યે ઘરે પરત જવા નીકળ્યા હતા. તેઓ નટવરનગર સોસાયટીની સામે રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે કાળા રંગની બાઈક ઉપર બે અજાણ્યા પાછળથી ડાબી સાઇડથી આવ્યા હતા અને બાઈક ધનજીભાઈના મોપેડ પાસે લાવી તેમના ગળામાંથી 1 લાખની કિંમતની 40 ગ્રામની સોનાની ચેઇન તોડી ભાગ્યા હતા.

પીછો કર્યો પણ સ્નેચર પકડાયા નહી
અચાનક બનેલા બનાવને લીધે દંપત્તી ગભરાઈ ગયું હતું તેમ છતાં બંનેએ બુમાબુમ કરતા દોડી આવેલા ત્રણ બાઈક ચાલકોએ ચેઇન સ્નેચરનો પીછો કર્યો હતો. પરંતુ તેઓ સરથાણા જકાતનાકા તરફ ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે ધનજીભાઈએ ગતરોજ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...