તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Two Sisters Who Were Released FromCorona Surat Civil Said That The Service Of Corona Warriors Reminded Them Of The Days Of Plague.

સારવાર:સુરત સિવિલમાંથી કોરોના મુક્ત થયેલી બે બહેનોએ કહ્યું, કોરોના વોરિયર્સની સેવાથી પ્લેગના દિવસો યાદ આવી ગયા

સુરત2 મહિનો પહેલા
કોરોના મુક્ત થયા બાદ મેડિકલ સ્ટાફનો વયોવૃદ્ધ બહેનોએ આભાર માન્યો હતો.
  • સ્ટાફ ઓછો હોવા છતાં ખંતથી થતા કામથી પ્રભાવિત થયા-સારવાર લેનાર બહેનો

સુરતમાં કોરોના સંક્રમણ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. નાના બાળકોથી લઈને મોટા પણ કોરોનાનો શિકાર બની રહ્યાં છે. ત્યારે કોરોનાની સારવાર લઈ કોરોનાને હરાવનાર કો મોર્બિડ વયોવૃદ્ધ બહેનોએ સિવિલના તબીબો અને મેડિકલ સ્ટાફનો આભાર માન્યો હતો. કોરોના મુક્ત થયેલા સિવિલ હોસ્પિટલના પૂર્વ નર્સિંગ અધિક્ષકએ જણાવ્યું હતું કે, સ્ટાફની ખંત પૂર્વકની મહેનત જોઈને પ્લેગના દિવસો યાદ આવી ગયા. હાલ સ્ટાફ ઓછો છે. પરંતુ પરિવારની ચિંતા કર્યા વગર સતત કામ કરે છે. જોકે સરકાર તાત્કાલિક તબીબ-નર્સ અને સર્વન્ટની ફાળવણી કરે તેવી મારી આપીલ તેમ રમીલાબેને વધુમાં જણાવ્યું છે.

કોરોનામાં તબીબી સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.
કોરોનામાં તબીબી સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.

તબીબો સારી કાળજી લે છે
રમીલાબેન પટેલ (ઉ.વ.આ. 68) સિવિલ હોસ્પિટલના પૂર્વ નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ અને હાલ રહે સંગમ રો હાઉસ, એલપી સવાણી રોડ, અડાજણ)એ જણાવ્યું હતું કે, 1લી એપ્રિલના રોજ કોરોનાના લક્ષણો સાથે હું સિવિલમાં દાખલ થઈ હતી. મારી સાથે રહેતા મોટા બહેન જશોદાબેન પટેલ (ઉ.વ.આ.75)ને શંકાસ્પદ કોરોનાનાં લક્ષણો દેખાતા બંનેની તપાસ કરાવી હતી. જ્યા બંનેનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતા દાખલ કરી સારવાર શરૂ કરાઈ હતી. બંન્ને બહેનો કો-મોર્બિડ કંડિશન ધરાવતા હોય તબીબો દ્વારા ખાસ કાળજી લેવાઈ હતી. મને તો સાતથી આઠ લિટર ઓક્સિજન પર રાખવાની જરૂર પડી હોવાનું તેમણે વધુમાં કહ્યું હતું.

સ્ટાફની અછત હોવાની વાત રમીલાબેને કરી હતી.
સ્ટાફની અછત હોવાની વાત રમીલાબેને કરી હતી.

લોકોને સાવધ રહેવાની જરૂર
કોવિક હોસ્પિટલના ડો. અશ્વિન વસાવા અને ડો. અમિત ગામીતના ઓબ્ઝર્વેશન હેઠળ શુક્રવારે અમને બન્ને બહેનોની તબિયતમાં સુધારો આવતા રજા આપી દેવાઈ હતી. રમીલાબેન અને જશોદાબેને તબીબોનો આભાર માનતા કહ્યું હતું કે, હાલ સિવિલમાં મેન્સ પાવર ઓછો છે. જેથી લોકોએ સાવધાની રાખવાની ખાસ જરૂર છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ રમીલાબેન પ્લેગ અને પૂરના સમયે ફરજ બજાવી ચૂક્યાં છે.

અન્ય સમાચારો પણ છે...