કાર્યવાહી:મુંબઈથી લવાતા 21 લાખના MD સાથે બે બહેનો ઝડપાઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસથી બચવા બન્ને બહેન સિન્થેટીક MD ડ્રગ્સ પર્સમાં સંતાડીને લાવતી હતી

સુરત ક્રાઇમબ્રાંચના એસીપી બી.પી.રોજીયાની ટીમે 2 સગી બહેનોને 21 લાખના સિન્થેટીક એમડી ડ્રગ્સ સાથે પકડી પાડી છે. જેમાં એક મહિલાનો પતિ એમડીનો ધંધો કરતો હતો. જો કે મુંબઈની મુંબ્રા પોલીસે તેને પકડી પાડી જેલમાં ધકેલી દીધો હતો. આથી પત્નીએ સગી બહેનની સાથે એમડીનો વેપલો શરૂ કર્યો હતો. બન્ને ટ્રેનમાં પર્સમાં એમડી ડ્રગ્સ લઈ આવી સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં સપ્લાય કરતી હતી. ક્રાઇમબ્રાંચના સ્ટાફે રવિવારે લિનીયર બસ સ્ટોપ પાસે વોચ ગોઠવી બન્નને 209 ગ્રામ એમડી અને મોબાઇલ-2 મળી 21 લાખના મુદામાલ સાથે પકડી પાડયા હતા.

ક્રાઇમબ્રાંચે ડ્રગ્સનો વેપલો કરતી મહિલા નામે હીના શૌકત અલી મુમતાઝ અહેમદ શેખ(35) અને તેની બહેન હશમત ઈરફાન અલીમ સૈયદ(37)(રહે,મુંબઈ)ની ધરપકડ કરી છે. મહિલા હશમત સૈયદ રાંદેરમાં સિન્થેટીક એમડી ડ્રગ્સ સપ્લાય કરવા આવી હોવાની આશંકા પોલીસને હતી. પોલીસે તેના ફોનમાંથી કેટલાક નંબરો મળી આવ્યા છે. જેના આધારે સુરતમાં કોને સપ્લાય કરવા આવી તે અંગેની માહિતી આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. બન્ને બહેનો ટ્રેનમાં રિઝર્વેશન કોચમાં મુસાફરી કરતા હતા. છેલ્લા 4-5 મહિનાથી બન્ને બહેનો મુંબઈથી સુરત-અમદાવાદ ખાતે એમડી ડ્રગ્સ સપ્લાય હોવાની વાતો સામે આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...