તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂંટારૂનો હુમલો:પરવટ પાટિયામાં તમાકુ વેપારી પર બે લૂંટારૂનો હુમલો, વેપારીએ બુમાબુમ કરતાં ભાગ્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ડુંભાલ ફાયર સ્ટેશન સામે વાટીકા ટાઉનશિપમાં રહેતા જગદીશચંદ્ર ગીસુલાલ નૌલખા તમાકુની બનાવટનો વેપાર કરે છે. પરવટ પાટિયા પર ચોર્યાસી ડેરી સામે ભીખુ ટોબેકોના નામથી દુકાન છે. સોમવારે સાંજે બે જણા દુકાન પર ગ્રાહક બનીને આવ્યા હતા. તેઓએ અલગ-અલગ સિગારેટ અને ગુટખા ખરીદવાનું કહ્યું.

જગદીશચંદ્ર અંદર માલ લેવા ગયા ત્યારે બંને જણા દુકાનમાં ઘુસીને જગદીશચંદ્ર પર ચપ્પુથી હુમલો કર્યો હતો. એક જણાએ જગદીશચંદ્રને પકડી રાખ્યો હતો. બીજાએ ડ્રોઅરના ખાના ખોલી ફંફોસવા લાગ્યા હતા. જગદીશચંદ્રએ બુમાબુમ કરતા બંને લૂંટારૂઓ નાસી ગયા હતા. જગદીશચંદ્રે સ્મીમેરમાં સારવાર લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો