તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો કિમિયો:રિક્ષામાં CNG ટાંકીમાં ચોરખાનું બનાવી દારૂ વેચતા બે પકડાયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
CNG બોટલના ચોરખાનામાં દારૂ - Divya Bhaskar
CNG બોટલના ચોરખાનામાં દારૂ
  • બુટલેગરનો દારૂ લાવવા નવો કિમિયો
  • શોટકર્ટમાં રૂપિયા કમાવવા ઉદવાડાથી ખેપ

બુટલેગરે દારૂ લાવવા નવો કીમિયો અપનાવ્યો છે. રિક્ષામાં સીએનજીની બોટલમાં ચોરખાના બનાવી તેમાં વિદેશી દારૂ લઈને આવતા બે જણાને મંગળવારે સાંજે ક્રાઇમબ્રાંચે બાતમીને આધારે સચિન સ્લમ બોર્ડ પાસેથી પકડી પાડ્યા છે. બન્ને જણા શોટકર્ટમાં રૂપિયા કમાવવા વાપીના ઉદવાડાથી અઠવાડિયામાં 4 દિવસ દારૂની ખેપ મારતા હતા.

પકડાયેલામાં રસીદ ઉર્ફે રસીદ માંજરો અબ્દુલવહાબ શેખ(34)(રહે,સંજેરી એપાર્ટ,ઉનપાટિયા,સચિન) અને મોહંમદ ફારુક મોહંમદ સલીમ શેખ(35)(રહે,તિરૂપતિ નગર, ઉન પાટિયા) પાસેથી 8360નો વિદેશી દારૂ સીએનજીની બોટલમાંથી ડીસીબીએ શોધી કાઢ્યો હતો. બોટલમાં દારૂની એક બોટલ જાય એટલો ભાગ ખૂલે તે રીતે ચોરખાનું બનાવી તેમાં દારૂની 62 બોટલો સંતાડી હતી. વધુમાં પોલીસે જણાવ્યું કે, રસીદ માંજરો દારૂ લઈ આવતો હતો અને મોહંમદ ફારુક રિક્ષા ચલાવતો હતો. રિક્ષા ફારૂકે રસીદ માંજરા પાસેથી વેચાણ લીધી છે પણ નામે હજુ સુધી થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...