તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મોટા વરાછાના 23 લાખના ચરસમાં બે પેડલર ઝડપાયા

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોટાવરાછા અબ્રામા પોલીસ ચેક પોસ્ટ પાસેથી 23.42 લાખનો સાડા ચાર કિલોથી વધુના ચરસ કેસમાં એસઓજીએ વધુ બે પેડલરોને પકડી પાડયા છે. ફેશન ડિઝાઇનર નિકીતા ચોડવડીયા, તેના બોયફેન્ડ્રસ જેનીશ ખેની અને ડ્રાઇવર અતુલ સુરેશ પાટીલ સાથે ચરસ લેવા માટે કારમાં હિમાચલ પ્રદેશ ગયા હતા.

હિમાચલના રાધેશ્યામ ઠાકુરને 10 લાખ આપી ચરસનો જથ્થો જેનીશ ખેની કારમાં લઈ સુરત આવ્યો હતો. જયારે 2 લાખની રકમ બાકી રાખી હતી. આ ચરસ જીગ્નેશ ઉર્ફે મોન્ટુ ઉર્ફે માસા કિરીટ પટેલ(28)(રહે,સરદાર પેલેસ,ભાઠેના) અને હાર્દિક ઈશ્વર પટેલ(30)(રહે,વરાછા)ને આપવાના હતા.

એસઓજીએ જીગ્નેશ ઉર્ફે મોન્ટુ પટેલને ઈચ્છાપોર જવેલરી પાર્ક પાસેથી અને હાર્દિક પટેલને વરાછા વૈશાલી સિનેમા પાસેથી પકડી લીધો હતો. હિમાચલ પ્રદેશમાંથી ચરસનો મોટો જથ્થો સુરતમાં આવ્યો છે. જેને લઈ સુરત પોલીસ કમિશનર અજય તોમરે હિમાચલ પ્રદેશના ડીજી સાથે વિડીયો કોફરન્સથી વાત કરી હતી. સુરત પોલીસે આરોપી પકડવા માટે હિમાચલ પ્રદેશની પોલીસની મદદ માંગી છે અને ભૂતકાળમાં આવા ગુનાઓ બનેલા છે તેમાં પણ આરોપી પકડવાના બાકી છે. તેની પણ તપાસ કરશે.

વેસુમાં 4500ના ભાવે એક તોલુ ચરસ વેચતા
જીગ્નેશ ઉર્ફે મોન્ટુ પટેલ ઉધના અને વેસુમાં નબીરાઓને ચરસ વેચાણ કરતો હતો. એક તોલા ચરસનો ભાવ 4500 છે અને જીગ્નેશ એક-બે તોલાના પેકેટ રાખતો હતો અને રેગ્યુલર કસ્ટમરને ચરસ આપતો હતો. ગ્રાહકો તેનો વોટસએપ કોલથી સંપર્ક કરતા હતા. જયારે હાર્દિક વરાછા વિસ્તારમાં વેચાણ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...