પોલીસ પર હુમલો:સુરતમાં છેડતી મુદ્દે બે પક્ષકારો વચ્ચે પોલીસ ચોકીમાં ઝઘડો, મહિલા PSIનો કોલર પકડી હુમલો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત પોલીસની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત પોલીસની ફાઈલ તસવીર.
  • બંને પક્ષકારો પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવવા આવતા ઝઘડો
  • મહિલા PSI મામલો થાળે પાડવા જતા હુમલો કરાયો

સુરતમાં લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રાણીતળાવ પોલીસ ચોકીમાં છેડતી મુદ્દે થયેલી અરજીમાં બે પક્ષકારો નિવેદન નોંધાવવા આવતા ઝઘડો થયો હતો. જેથી મામલો થાળે પાડવા મહિલા પીએસઆઈ જતાં તેણીનો કોલર પકડી હુમલો કરવામાં આવ્યો હતો. જેને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ફરજમાં રૂકાવટ કરવા બદલ પોલીસે ગુનો નોંધી પાંચની અટકાયત કરી છે.

અરજી કરનાર યુવતી સાથે ગાળાગાળી શરૂ કરતા ઝઘડો થયો
સુરતમાં બે દિવસ અગાઉ લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક યુવતી દ્વારા છેડતી અંગે અરજી કરવામાં આવી હતી. જેની તપાસ રાણીતળાવ પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ હિરલ બારોટ કરી રહ્યા હતા. ગતરોજ સાંજે ફરિયાદી અને સામાપક્ષ બંનેને નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. દરમિયાન સામાપક્ષવાળા દ્વારા અરજી કરનાર યુવતી સાથે ગાળાગાળી શરૂ કરતા ઝઘડો થયો હતો. જેથી પીએસઆઈ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો.

પીએસઆઈ સાથે અક્ષોભનિય વર્તન કરી કોલર પકડી લીધો
સામાપક્ષવાળા દ્વારા પીએસઆઈ સાથે અક્ષોભનિય વર્તન કરી કોલર પકડી લીધો હતો અને હુમલો કર્યો હતો. આ અંગે જાણ થતા લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ દોડી આવ્યા હતા. ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ત્રણ મહિલા સહિત પાંચની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...