ભાસ્કર એક્સપર્ટ:સુરત ગેસ કાંડમાં બે કે તેથી વધુ કેમિકલ ભેગા થઈને રાસાયણિક પ્રકિયા થઈ હોઈ શકે, જેના કારણે જ આ દુર્ઘટના ઘટી છે

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

ટેન્કરમાંથી કોઇ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લીક થયું હોય જેની કેમિકલયુકિત પાણી સાથે પ્રકિયા થઈને હાઇડ્રોજન સલ્ફાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ કે મિથાઈલ આઇસોસાયનેટ જેવો કોઇ ઝેરી વાયુ બન્યો હોય એવી શક્યતા છે. ગટરના પોલ્યુટેડ પાણી તથા આ ટેન્કરના કેમિકલ સાથે પ્રકિયા થઇને ઝેરી ગેસ બન્યો હોવાની શક્યતા છે, જેના કારણે જ ઘટના સ્થળ આસપાસ આટલી મોટી જાનહાની થઈ છે.- પ્રો. મુકેશ મહિડા, હેડ, કેમેસ્ટ્રી વિભાગ, પી ટી

તમામ મૃતકો વિશ્વ ડાઇંગ-પ્રિન્ટિંગ મિલના
ગેસ દુર્ઘટનાના તમામ મૃતકો વિશ્વપ્રેમ ડાઇંગ-પ્રિન્ટિંગ મિલના છે, જેમાં કાલીબેન (20-ગર્ભવતી મહિલા), સુરેશભાઈ (30), સુલતાનભાઈ (30)ના નામ સામે આવ્યા છે. આ ઉપરાંત અન્ય ત્રણ યુવકોની ઉંમર અનુક્રમે 30, 50 તથા 44 વર્ષ છે, જેમના નામ સામે આવ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...