કાર ચોરીમાં મશીનનો ઉપયોગ:સુરતમાંથી 14 કાર ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા, મારૂતિની 2015-16ના મોડલની ગાડીઓની ચોરી કરતા

સુરત2 મહિનો પહેલા
સુરત શહેર અને મુંબઈમાં કારચોરીનો તરખાટ મચાવનાર ગેંગ ઝડપાઈ.

સુરત શહેરમાં થોડા કેટલાક સમયથી ફોરવ્હીલ ગાડી ચોરવાની ઘટનાઓ સતત બની રહી હતી. જેને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટું ટાસ્ક સોંપવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગાડી ચોર ગેંગના મુખ્ય બે સૂત્રધારને ઝડપી પાડી અનેક ચોરીઓના ભેદ ઉકેલ્યા છે. ગેંગ કાર ચોરી માટે મશીનનો ઉપયોગ કરતા હતા અને માત્ર મારૂતિની 2015-16ના મોડલની ગાડીઓની ચોરી કરતા હતા.

મુંબઈ અને સુરત ટાર્ગેટ
મુંબઈ અને સુરતમાં ફોરવ્હીલ કારની ચોરી કરનાર આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. રાંદેર વિસ્તારના માધવ ચોક સર્કલ રામનગર તરફ જવાના રોડ ઉપર નાકાબંધી ગોઠવીને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બે શંકાસ્પદ યુવકોની ગાડી રોકી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન માલુમ પડ્યું કે કાર ચોરીની હતી. ત્યારબાદ સખ્તાયપૂર્વક પૂછતા તેમણે અન્ય કારો ચોરી કરી હોવાની કબુલાત કરી હતી

સુરતમાં 14 કારની ચોરી
ક્રાઈમ બ્રાન્ચે અનિલ ઉર્ફે છોટુ મોતીલાલ ગાયરી ઉદયપુર જિલ્લાના રાજસ્થાનનો રહેવાસી છે અને ઐયુબ અલી ઉર્ફે ગુડ્ડુ ઇલેક્ટ્રીશન શેખ જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. ગુડ્ડુ ખૂબ જ શાતીર આરોપી છે ટેકનિકલી ગાડી ચોરવા પાછળ તેનું માસ્ટરમાઈન્ડ કામ કરી રહ્યું હતું. ગુડ્ડુની ચોરી કરવાની ટેકનિક જોઈને ખુદ ક્રાઈમ બ્રાન્ચ પણ અવાક થઈ ગઈ હતી.

સુરત પોલીસ કમિશનર અજય તોમરે ગેંગ અંગે માહિતી આપી.
સુરત પોલીસ કમિશનર અજય તોમરે ગેંગ અંગે માહિતી આપી.

મારુતિની 2015-16 ના મોડલની ગાડીઓની ચોરી
પૂછપરછ માં મહત્વની બાબતે જાણવા મળી કે ગુડુ દ્વારા લુધિયાણાના એક ડીલર સાથે ઓનલાઇન સંપર્ક કર્યો હતો. જેની પાસેથી પીસીએમ મશીન ખરીદ્યું હતું. આ મશીનની મદદથી લોક કરેલી ગાડીઓને ખુબ સરળતાથી તેઓ ચોરી કરી શકતા હતા. લુધિયાણા સુધી તાર જોડાયેલા હોવાની વાત મળતા ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.

આરોપીઓની એમઓ જોઈ ક્રાઈમ બ્રાન્ચ આશ્ચર્યમાં
આરોપીઓ બંગલાની બહાર રોડ ઉપર પાર્ક કરેલી મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ કારની ચોરી કરવા કારના ડ્રાઇવર સીટની આગળ ટાયર પાસે હાથ નાખી હોર્નના વાયર છુટા કરી એલન કી વડો દરવાજાનું લોક ખોલી કારનો દરવાજો ખોલી ઇલેક્ટ્રોનિક્સ મશીન તથા એન્જિન કંટ્રોલની મદદથી કાર ચાલુ કરી કારમાંથી જીપીએસ તથા ફાસ્ટ એક હટાવી કાર ચોરી કરતા હતા. કાર શહેરના અન્ય વિસ્તારમાં પાર્ક કરતા ત્યારબાદ ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી મહારાષ્ટ્ર તથા રાજસ્થાન તથા અન્ય રાજ્યોમાં વેચાણ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...