વિવાદ:પાડોશી બે ભાઈએ મહિલાની છેડતી કરી સમજાવવા જતાં 4 પર ઉકળતી ખીર નાંખી

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુણા વિસ્તારની ઘટના યુવતીના પતિ અને સંબંધીને માર માર્યો
  • બંને ભાઈઓની​​​​​​​ ધરપકડ કરાઈ, સામ-સામી ફરિયાદ નોંધાવાઈ

પુણા વિસ્તારમાં પડોશમાં રહેતા બે ભાઈઓએ 20 વર્ષીય પરિણીતાને ગંદી નજરથી જોઇ શારીરિક અભદ્ર માંગણી કરી હતી. પરિણીતાના પતિ અને ઓળખીતા 4 જણા બન્ને ભાઈઓને આ બાબતે સમજાવવા ગયા હતા.

એટલામાં બન્ને ભાઈઓએ મહિલાના પતિ અને અન્ય એક સંબંધીને માર માર્યો હતો. આ ઘટના વિસર્જનના દિવસે બની તે સમયે બન્ને ભાઈઓ ઘરમાં ખીર બનાવતા હતા. ગુસ્સામાં બન્ને ભાઈઓએ ઓળખીતા 4 સંબંધીઓ પર ચુલા પર ઉકળતું ખીર નાખી દીધું હતું.

જેના કારણે પરિણીતાના ઓળખીતા 4 જણા ગંભીર રીતે દાઝી ગયા હતા. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બીજી તરફ બન્ને ભાઈઓને પણ માર મારવામાં આવ્યો હતો. પુણા પોલીસે સામ-સામી ફરિયાદો લઈ છેડતી અને મારામારીનો ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસે બન્ને ભાઈઓમાં વિવેકાનંદ અને બ્રિજેશની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...